અમદાવાદ : વિધર્મી યુવકો દ્વારા હિન્દુ યુવતીઓને લગ્નની લાલચ આપીને ધર્મ પરિવર્તનની પ્રવૃતિ અટકાવવા માટે વિધાનસભામાંથી પસાર કરાયેલા લવ જેહાદ (ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ) કાયદો આજથી ગુજરાતમાં લાગુ થઇ ચુક્યો છે. અગાઉ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં આ કાયદો લાગુ કરવામાં આવી ચુક્યો છે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 બિલ રજુ કર્યું હતું. જે વિધાનસભામાંથી પાસ થઇ ગયા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પાસે ગયું હતું. જે મંજુર થયા બાદ સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આજથી ધર્મ સ્વાતંત્ર ધારા અધિનિયમ 2021નો અમલ શરૂ થઇ ચુક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સરકારે આ કાયદામાં 5 વર્ષ સુધીની સજા અને 2 લાખ રૂપિયાના દંડની, જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષની સજા અને 3 લાખ રૂપિયાના દંડની જોગવાઇ કરી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતી, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની જોગવાઇ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.


લવ જેહાદનાં કિસ્સામાં નવી કલમ 3ક દાખલ કરવામાં આવી છે. જેના પગલે વ્યક્તિ વિરુદ્ધ નારાજ થયેલા તેના માતાપિતા, ભાઇ બહેન અને લોહીના સગપણથી દત્ત વિધાન નથી ધરાવતી કોઇ પણ વ્યક્તિ હકુમત ધરાવતી વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી શકે છે. આ ઉપરાંત આવા કિસ્સામાં મદદગારી કરનારા વ્યક્તિ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થશે. તેની વિરુદ્ધ બિનજામીનપાત્ર ગુનો દાખલ થશે. આની તપાસ નાયબ પોલીસ અધીક્ષક કે તેનાથી ઉચ્ચ દરજ્જાના પોલીસ અધિકારીએ જ કરવાની રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube