ધવલ પરીખ/નવસારી: નવસારી ખેરગામમાં ચકચારી લવ જેહાદ કેસનો મુખ્ય આરોપી અસીમ શેખ ઝડપાયો છે. પરંતુ નવસારીના ખેરગામમાં લવ જેહાદના આરોપીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. હિંદૂ સગીરાને ફસાવનાર આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. લવ જેહાદના આરોપમાં વિધર્મી અસીમ શેખની પોલીસે ધરપકડ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


હવે શરૂ થશે ગુજરાતમાં આફતનો વરસાદ! નદીઓમાં પૂરની સ્થિતિ બનશે, જાણો અંબાલાલની આગાહી



ખેરગામમાં આતંક મચાવી રાખનાર અને હિન્દુ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચારનાર અસીમ સામે ખેરગામમાં રોષ ફાટી નીકળ્યો હતો. ત્યારબાદ જિલ્લા પોલીસ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત સાથે ખેરગામ બજારમાં આરોપી અસીમનો સરઘસ કાઢ્યું હતું. આરોપી અસીમ પકડાતા હિન્દુ સંગઠનોએ જય જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ખેરગામના લોકોએ આરોપી અસીમ શેખની ધરપકડ થતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.



ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓઓમાં લાગુ થશે નવી શિક્ષણનીતિ, હવે આટલા વર્ષ અભ્યાસ



આ ઘટનાની મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લાના ખેરગામના કુંભારવાડામાં રહેતો અસીમ નિઝામમિયા શેખ નામના યુવકે હિન્દુ સગીરાને પટાવી ફોસલાવીને અનેક વાર દુષ્કર્મ કર્યું હતું. આમ છતાં યુવતીને સમજ ના આવી. ત્યારબાદ યુવતીની આંખ તો ત્યારે ઉઘડી જયારે વિધર્મી યુવતી સાથે લગ્ન ના કર્યા.



CA ફાઇનલ-ઇન્ટરમીડિએટનું પરિણામ જાહેર: જાણો કોણ છે અમદાવાદી અક્ષય જૈન અને કશિષ ખંધાર



લવ જેહાદના કેસમાં અમુક વિધર્મી યુવક હવે નવી તરકીબ અપનાવીને કૃત્ય કરવાનો પર્દાફાશ પોલીસે કર્યો છે. જે સમગ્ર સમાજ માટે લાલબત્તી સમાન કેસ નોંધ્યો છે. આવા અસામાજીક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે.



સાવરણીને આ દિશામાં રાખશો તો ઘરમાં આવશે ગરીબી, જાણો શું છે સાચી રીત અને નિયમો