શું સાપોમાં પણ હોય છે લવ-ટ્રાયએન્ગલ? એકબીજાને વળગીને પ્રેમ કરવા લાગ્યા ત્રણ સાપ
Snake Video Viral : હાલ જ્યાં ચોમાસામાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી છે, ત્યારે પ્રાણીઓ પણ ગેલમાં આવી ગયા છે. આવામાં મગરોની સાથે વડોદરામા સાપ પણ બહાર નીકળી પડ્યા છે. સિંઘરોટ ગામ પાસે ત્રણ સાપ પ્રણયક્રીડા કરતા જોવા મળ્યા
વડોદરા :વડોદરાએ સંસ્કારી નગરીની સાથે પ્રાણીઓની નગરી છે. અહીં પ્રાણીઓ ખુલ્લામાં એવી રીતે ફરે છે જાણે તેમનુ જ જંગલ હોય. અહીંના મગરના વીડિયો તો વર્લ્ડ ફેમસ છે. ચોમાસુ આવે એટલે અહીંના મગર ફરવા નીકળે છે. ત્યારે હવે સાપના સમાચાર આવ્યા છે. અત્યાર સુધી તમે બે સાપની પ્રણયક્રીડાના વીડિયો જોયા હશે, પરંતુ વડોદરામાં એકસાથે ત્રણ સાપ પ્રણયક્રીડા કરતા જોવા મળ્યાં. માણસોમાં લવ ટ્રાયએન્ગલ તો સાંભળ્યુ હશે, પરંતુ સાપમાં લવ ટ્રાયએન્ગલ પહેલીવાર જોવા મળ્યું. આ ઘટનાનો વીડિયો તમને કોઈ હોટ વેબ સીરીઝ કરતા પણ વધુ રોમાંચ જગાવે તેવો છે.
વડોદરા પાસેના સિંઘરોટ ગામ પાસે આ દ્રશ્ય જોવા મળ્યુ હતું. સિંઘરોટ એ લીલોતરીવાળો પ્રદેશ છે. ત્યારે હાલ જ્યાં ચોમાસામાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી છે, ત્યારે પ્રાણીઓ પણ ગેલમાં આવી ગયા છે. આવામાં મગરોની સાથે વડોદરામા સાપ પણ બહાર નીકળી પડ્યા છે. સિંઘરોટ ગામ પાસે ત્રણ સાપ પ્રણયક્રીડા કરતા જોવા મળ્યા હતા, જેથી સ્થાનિક લોકોમાં કુતૂહલ સર્જાયુ હતું.
આ પણ વાંચો : અમદાવાદની સગીરાને લાગ્યું BTS બેન્ડનું વળગણ, કોરિયા જઈને લગ્ન કરવાની જીદે ચઢી
તાજેતરમાં જ આ ઘટના બની હતી. જેથી લોકોએ ત્રણ સાપની પ્રણયક્રીડાનો વીડિયો પોતાના મોબાઈલમાં બનાવ્યો હતો. સામાન્ય રીતે આ નજારો બહુ જ ઓછો જોવા મળતો હોય છે, તેમાં પણ નર અને માદા સાપ ભેગા થાય ત્યારે આવા દ્રશ્યો સર્જાતા હોય છે. ત્રણ સાપનો વીડિયો પહેલીવાર જોવા મળ્યો છે. હાલ આ વીડિયો પ્રકૃતિ પ્રેમીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.