છોટાઉદેપુર: વિરહ સહન ન થતા પ્રેમીએ તીક્ષ્ણ હથિયાર વડે પ્રેમિકાની કરી ક્રુર હત્યા
છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના ચાવરિયા ગામમાં રહેતા અલ્પેશ તડવી અને ગામમાંજ રહેતી કાજલ વણકરને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો હતો. જોકે પરિવારજનોને આ સંબંધ નામંજૂર હોવાથી કાજલ પરિવારજનોની મરજી વિરુદ્ધ અલ્પેશ સાથે જતી રહેલ અને લગભગ બે વર્ષ સુધી અલ્પેશ સાથે રહ્યા બાદ કાજલ અને અલ્પેશનાં પ્રેમસંબંધોમાં તિરાડ પડી અને કાજલ પોતાના પિતાના ઘરે જતા વિરહમાં પ્રેમીએ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
જમીલ પઠાણ/છોટાઉદેપુર: છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના ચાવરિયા ગામમાં રહેતા અલ્પેશ તડવી અને ગામમાંજ રહેતી કાજલ વણકરને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો હતો. જોકે પરિવારજનોને આ સંબંધ નામંજૂર હોવાથી કાજલ પરિવારજનોની મરજી વિરુદ્ધ અલ્પેશ સાથે જતી રહેલ અને લગભગ બે વર્ષ સુધી અલ્પેશ સાથે રહ્યા બાદ કાજલ અને અલ્પેશનાં પ્રેમસંબંધોમાં તિરાડ પડી અને કાજલ પોતાના પિતાના ઘરે જતા વિરહમાં પ્રેમીએ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
પ્રેમિકાનો વિરહ સહન ન કરી શકનાર અલ્પેશ વારંવાર કાજલના ઘરે જઈ ઝગડો કરતો અને તેને સાથે લઇ જવાની વાત કરતો પણ કાજલ અડગ હતી, અને તેણે ફરીથી પોતાના કોલેજના અભ્યાસને આગળ વધાર્યો હતો, દરમિયાન શનિવારે સાંજે કાજલ ઘરમાં એકલી હોવાનું લાભ લઇ અલ્પેશ કાજલના ઘરમાં ઘુસી કાજલ સાથે ઝગડો કરી ગળામાં પાળીયાના ઘા ઝીંકી કાજલની ક્રૂર હત્યા કરી ફરાર થઇ ગયો, સનસનીખેજ હત્યાની ઘટનાને લઇ ગામમાં અરેરાટી મચી જવા પામી છે.
ઢબુડીની યુટ્યુબ ચેનલ પર દાવો, ગૃહમંત્રીની કેન્સરની બિમારી માતાએ ભગાડી
કાજલની ક્રૂર હત્યા કરી ફરાર થઇ ગયેલ અલ્પેશ વિરુદ્ધ કાજલના પિતા વાલજીભાઈએ પાનવડ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ સનીસનીખેજ હત્યાના મામલે ફરાર પ્રેમી અલ્પેશ સામે હત્યાનો ગુનો નોધી તેને ઝડપી પાડવાની તજવીજ હાથ ધારી છે.
જુઓ Live TV:-