• પંકજ તેના માસીના પુત્ર અને મિત્ર એવા શનિ પાંડે સાથે તારાકુમારીના ઘરે આવ્યો હતો. તેણે તારાની ભાભી કમલાકુમારી સામે પોતાના અને તારાના પ્રેમનો એકરાર કર્યો હતો


મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના નારોલ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. નારોલમાં નણંદનાં પ્રેમીએ ગર્ભવતી ભાભીને લાત મારી હતી. જેથી ભાભીએ નણંદના લગ્ન કરવાની ના પાડતા પ્રેમી યુવકે ઝઘડો કર્યો હતો. જેથી ગર્ભવતી ભાભીના પેટ પર લાત મારી હતી, અને ગર્ભમાં રહેલા બાળકનું મોત નિપજ્યું હતું. ત્યારે નારોલ પોલીસે બે યુવકો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, નારોલ વિસ્તારના વૈશાલીનગરમાં પાંડે પરિવાર રહે છે. પરિવારમાં ભાભી કમલાવતી પાંડે અને નણંદ તારાકુમારી પાંડે રહે છે. તારાકુમારીને તેના ઘરની નજીક રહેતા પકંજ ઉર્ફે ગોલુ પાંડે સાથે પ્રેમસંબંધ છે. તેથી શુક્રવારના રોજ પંકજ તેના માસીના પુત્ર અને મિત્ર એવા શનિ પાંડે સાથે તારાકુમારીના ઘરે આવ્યો હતો. તેણે તારાની ભાભી કમલાકુમારી સામે પોતાના અને તારાના પ્રેમનો એકરાર કર્યો હતો. તેણે કહ્યું હતું કે, હું તમારી નણંદને હું પ્રેમ કરું છું અને મારે તેની સાથે લગ્ન કરવા છે. 


આ પણ વાંચો : મજૂર પિતાનો પુત્ર હવે IPL માં રમશે, ભાવનગરના ગરીબ પરિવારને લાગ્યો જેકપોટ


ત્યારે કમલાવતીએ પંકજને લગ્ન માટે ના પાડી હતી. જેથી પંકજ અને તારાકુમારી વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઝઘડામાં વચ્ચે કમલાવતી પડ્યા હતા. તેઓએ બંનેને ઝઘડો ન કરવા કહ્યું હતું. જેથી પંકજે ભાભી કમલાવતીને ધક્કો માર્યો હતો. પંકજે કમલાવતીના પેટ પર લાત મારી હતી. જેથી તે જમીન પર પડી ગયા હતા. કમલાવતી ગર્ભવતી હોવાથી તેમને દુખાવો ઉપડ્યો હતો. 


કમલાવતીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તપાસ કરતા તબીબે કહ્યું કે, તેમના ગર્ભમાં રહેલા બાળકનું મોત નિપજ્યું છે. પંકજે પેટમાં લાત મારતા તેમના ગર્ભમાં રહેલા બાળકનું મોત નિપજ્યું હતું. ત્યારે તારાકુમારીના પરિવારજનોએ પંકજ અને શનિ પાંડેની વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. 


આ પણ વાંચો : બે પત્નીઓ વચ્ચે પતિનો મરો... ભાજપા નેતાની બે પત્નીઓ અલગ અલગ પક્ષમાંથી લડી રહી છે ચૂંટણી