વલસાડ :રાજ્યમાં ફરી એકવાર એકતરફી પ્રેમમાં પાગલ અને સનકી પ્રેમીઓના હુમલાના કિસ્સા વધી રહ્યાં છે. સુરત, ખેડા બાદ વધુ એક નિર્દોષ સગીરાને મોતને ઘાટ ઉતારાઈ છે. વલસાડ જિલ્લાના ઉમરગામના દહાડ વિસ્તારમાં એક યુવતીની ધોળે દિવસે કરપીણ હત્યાનો બનાવ બન્યો છે. કોલેજિયન યુવતી ટ્યુશન જઈ રહી હતી એ વખતે જ રસ્તા વચ્ચે એક બાઈક પર આવેલા ત્રણ યુવકોએ યુવતીને રોકી હતી. જેમાંથી એક યુવકે યુવતી પર જીવલેણ હુમલો કર્યો હતો. તીક્ષ્ણ હથિયારો વડે યુવતી પર હુમલો કરતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું છે. બનાવને પગલે સમગ્ર પંથકના ચકચાર મચી ગઈ હતી. બનાવમાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડયા છે. જ્યારે મુખ્ય આરોપી ફરાર થયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડના ઉમરગામ વિસ્તારના દહાડમાં ધોળે દિવસે એક કોલેજિયન યુવતીની હત્યાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઉમરગામના ચિત્રકૂટ વિસ્તારમાં રહેતી હેમા યાદવ નામની યુવતી બોરડીમાં કોલેજ અભ્યાસ કરતી હતી. ગુરુવારે બપોરના સમયે તે ઘરેથી નીકળીને ટ્યુશન ગઈ હતી. અને ત્યાર બાદ મિત્રને ઘરે મૂકી પરત ફરી રહી હતી. એ વખતે જ અચાનક જ એકાંત વિસ્તારમાં રસ્તા પર એક બાઈક પર ત્રણ યુવકો આવ્યા હતા. તેઓએ યુવતીનું મોપેડ વચ્ચે રોક્યું હતું. જેના બાદ પંકજ નામના યુવકે યુવતી પર તીક્ષણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. હત્યા કર્યા બાદ યુવકો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. 


આ પણ વાંચો : પાડાના વાંકે પખાલીને ડામ : તેલના ભાવ વધવાનું આ છે કારણ, જેને કારણે જનતા પીસાઈ રહી છે 


આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. બનાવની જાણ થતા જ મૃતક યુવતીના પરિવારજનો પણ સ્થળ પર પહોંચ્યા હતા. પરિવારજનોના આક્રંદથી સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. ધોળે દિવસે થયેી કોલેજની વિદ્યાર્થીનીની સરેઆમ હત્યાને પગલે ઉમરગામ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતક યુવતીના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. 


આ ઘટના વિશએ યુવતીના ભાઈ સુમિત યાદવે કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી આરોપી યુવતીનો પીછો કરી રહ્યો હતો. મુખ્ય આરોપી પંકજ કુમાર યુવતીના પડોશમાં જ રહેતો હતો અને છેલ્લા કેટલાક સમયથી એક તરફી પ્રેમમાં તે અવારનવાર યુવતીને પરેશાન પણ કરતો હતો. યુવતીએ પરિવારમાં આ બાબતે જાણ પણ કરી હતી. આરોપી પંકજ અગાઉ કુરિયર કંપનીમાં કામ કરતો હતો. જ્યાં તેના પર ચોરીનો આરોપ લાગ્યો હતો અને ત્યાંથી તેને કાઢી મૂકવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. 


આ પણ વાંચો : તુટી ચુક્યા છે 150 હાડકા, રેર બીમારી ધરાવતા સ્પર્શ શાહે 120 મિનિટ પગ ઉંચો રાખીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ 


યુવતીની હત્યા બાદ યુવકો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. જોકે ઉમરગામ પોલીસની તાત્કાલિક કાર્યવાહીને કારણે બે આરોપીઓ ગણતરીના સમયમાં ઝડપાઈ ગયા હતા. જ્યારે મુખ્ય આરોપી પંકજ હજુ ફરાર છે. અત્યારે પોલીસના હાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પરંતુ યુવતી પર હુમલો કરનાર મુખ્ય આરોપી પંકજકુમાર હત્યા બાદથી ફરાર છે તેને ઝડપવા પોલીસ તમામ દિશામાં તપાસ કરી છે.  


લંપટ યુવાન અગાઉ પણ સગીરાને પરેશાન કરતો હતો. યુવતીના પરિવારજનોએ આરોપી પંકજને અગાઉ ટકોર પણ કરી હતી. જોકે તેમ છતાં યુવકની હિંમત વધી અને તેણે દિન દહાડે આ પરિવારની લાકડકવાઈની હત્યા કરી છે. ત્યારે આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે.