સુરતમાં મેઘ મહેર યથાવત, ઘૂંટણ સમા પાણી ભરાતા સ્થાનિકોમાં ભયનો માહોલ
સુરત જિલ્લામાં મેઘ મહેર યથાવત છે. ત્યારે ગત રાત્રીએ વરસાદના કારણે સુરતના નાનપુરા કાદરશાની નાળમાં મોડી રાત્રે પાણી ભરાઇ ગયા હતા. 20થી વધુ ઘરોમાં ઘૂંણણ સમા પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ચેતન પટેલ, સુરત: સુરત જિલ્લામાં મેઘ મહેર યથાવત છે. ત્યારે ગત રાત્રીએ વરસાદના કારણે સુરતના નાનપુરા કાદરશાની નાળમાં મોડી રાત્રે પાણી ભરાઇ ગયા હતા. 20થી વધુ ઘરોમાં ઘૂંણણ સમા પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ કિમ નદીના પાણી શેઠી ગામમાં પ્રેવશતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. શેઠી ગામનો લો-લેવલ બ્રિજ પણ પાણીમાં ડૂબી જતાં ગામનો સંપર્ક તૂટ્યો.
આ પણ વાંચો:- યુવાનોએ કરી અનોખી રીતે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી, ફ્રીમાં બાળકોને આપ્યું શિક્ષણ
ગત ત્રણ દિવસોથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા વરસાદને લઇ સુરત ઉપરાંત વલસાડ, વાપી, વઘઈ, ડાંગ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડ અને નવસારીમાં ખાબક્યો છે. ભારે વરસાદને પગલે વલસાડની ઔરંગા નદી હજી તેની ભયજનક સપાટીએ વહી રહી છે. વલસાડનો બંદર રોડ અને કૈલાસ રોડનો બ્રિજ હજી પણ બંધ છે. ઉપરવાસમાં વરસાદને પગલે ઔરંગા નદીના બંને બ્રિજ પાણીમાં ગરકાવ થયા છે. નદીનું પાણી પટ છોડી અનેક વિસ્તારોમાં પહોંચી ગયા છે. ભાગડાવાડા, કાશ્મીર નગર, તરિયાવાડ, બરૂરિયાવાડ, ધમડાચી, નનાલીલાપોર જેવા વિસ્તારોમાં હજી વરસાદી પાણી ઓસર્યા નથી.
આ પણ વાંચો:- વડોદરા: ડભોઇમાં વરસાદ બાદની તારાજી, માર્ગ ધોવાતા 10 ગામ સપર્ક વિહોણા
જ્યારે સુરતના નાનપુરા કાદરશાની નાળમાં મોડી રાત્રે ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. 20થી વધુ ઘરોમાં પાણી ઘુસ્યા હતા. હરાજી દરિયામાં મોડી સાંજે બોટ પલટી ગઇ હતી. જેમાં 7 માછીમારો સરવાર હતા. સ્થાનિકો માછીમારો દ્વારા 6ને બચાવી લેવામાં આવ્યા છે. ત્યારે એક માછીમાર દરિયાના પાણી ગુમ થયો છે. જો કે, ફાયર દ્વારા માછીમારની શોધખોળ ચાલી રહી છે. તો બીજી તરફ સુરતના માગરોડના શેઠી ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામના નીચાણવાળા વિસ્તારોમાં કિમ નદીના પાણી ભરાઇ ગયા છે. જેને લઇને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે શેઠી ગામનો લો-લેવલ બ્રિજ પણ પાણીમાં ડૂબી જતાં ગામનો સંપર્ક તૂટ્યો છે.
આ પણ વાંચો:- નર્મદા: સરદાર સરોવર ડેમની સપાટીમાં 24 કલાકમાં 2 મીટર 51 સેમીનો વધારો
સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન બારડોલીમાં 2.5 ઇંચ, ચોર્યાસીમાં 1.75 ઇંચ, કામરેજમાં 4 ઇંચ, મહુવામાં 1.75 ઇંચ, માંડવીમાં 8 ઇંચ, માંગરોળમાં 18 ઇંચ, પલસાણામાં 1.75 ઇંચ, ઓળપાડમાં 4.5 ઇંચ, ઉમરપાડામાં 23.5 ઇંચ અને સુરત સીટીમાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો છે.
જુઓ Live TV:-