અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ઘણા જિલ્લામાં તો પૂરની સ્થિતિ ઊભી થઈ હતી. આ વચ્ચે હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે. બીજીતરફ મેટ્રોલોજિસ્ટ પરેશ ગોસ્વામીએ જણાવ્યં કે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં ભારે વરસાદ પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરેશ ગોસ્વામીની આગાહી
પરેશ ગોસ્વામીએ જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ભારે જોર રહેશે. ભાવનગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં વરસાદનું જોર વધશે. આ સિવાય બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ અને દિયોગરમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. અન્ય જિલ્લાની વાત કરવામાં આવે તો આણંદ, નડિયાદ અને કપડવંજમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. પરેશ ગોસ્વામી પ્રમાણે ગુજરાતમાં 3થી 9 સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના છે. 


હવામાન વિભાગની આગાહી
 ગુજરાતમાં મેઘરાજા વિરામ લેવાનું નામ લઈ રહ્યાં નથી. રાજ્યના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરી રાજ્યમાં અતિ ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આઈએમડીનું કહેવું છે કે ડ્રિપ્રેશન, શિયર ટ્રફ, મોનસૂન ટ્રફ શિયર ઝોન, ચાર સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.


3 સપ્ટેમ્બરે આ જિલ્લામાં એલર્ટ
હવામાન વિભાગ દ્વારા 3 સપ્ટેમ્બરે ભરૂચ, સુરતમાં ભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અલગ-અલગ જગ્યાએ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


4 સપ્ટેમ્બરે આ જિલ્લામાં આગાહી
આ સિવાય ચાર સપ્ટેમ્બરની વાત કરવામાં આવે તો કચ્છ, બનાસકાંઠા, વલસાદ, વવસારી, દાદરા નગર હવેલીમાં છુટાછવાયા વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, તાપી, ડાંગમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


5 તારીખે અહીં પડી શકે છે વરસાદ
પાંચ સપ્ટેમ્બરની આગાહીની વાત કરીએ તો કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળે વરસાદ સાથે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


6-7 સપ્ટેમ્બરની આગાહી
છ સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદની સ્થિતિ નબળી પડી શકે છે. છ તારીખે નવસારી, વલસાદ, દમણ દાદરા નગર હવેલીમાં છુટાછવાયા વરસાદ સાથે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો સાત સપ્ટેમ્બરે નવસારી, દાદરા નગર હવેલી અને વલસાડમાં અલગ-અલગ જગ્યાએ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.