માધુરી શક્કરટેટીએ ખેડૂતોનું જીવન કરી નાખ્યું છે કડવું ઝેર કારણ કે...
ઓલપાડ તાલુકામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં માધુરીનો પાક લીધો છે
અમદાવાદ : ઉનાળો આવતા ગરમીથી રાહત મળે તે માટે તરબૂચ અને શક્કરટેટી ખાતા હોય છે ત્યારે બજારમાં શક્કરટેટીની એક જાત માધુરી મોટા પ્રમાણમાં આવી ગઇ છે. બજારમાં ગ્રાહકોને ભલે માધુરી મોંઘા ભાવે મળતી હોય પણ ખેડૂતોની સ્થિતિ કંઇક અલગ જ છે. આ વર્ષે પાક મબલખ થવાના કારણે ખેડૂતોને વેપારીઓ વધુ ભાવ નથી આપી રહ્યા.
કર્ણાટકમાં અમિત શાહે સિદ્ધારમૈયાને પૂછ્યો સણસણતો સવાલ
ઓલપાડ તાલુકામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં માધુરીનો પાક લીધો છે પરંતુ ખેડૂતોને જોઇએ તેટલો ભાવ મળતો નથી. આ કારણોસર ખેડૂતોએ હવે માર્કેટમાં માધુરી પહોચાડવાના બદલે ખેતરોમાં માધુરીનું વેચાણ કરવાનું ચાલુ કર્યું છે. વેપારીઓ ભલે ગ્રાહકોને વધારે ભાવે માધુરી વેચતા હોય પણ ખેડૂતો પાસેથી તો ઓછા ભાવે જ ખરીદી કરે છે જેથી વેપારીઓને મોજ થઇ જાય છે પરંતુ ખેડૂતોની સ્થિતિ કફોડી બને છે.
ખેડૂતો કોઇ પણ પાક લે પણ જો તેમને તે પાકનો યોગ્ય ભાવ ના મળે તો તેમને રડવાનો જ વારો આવે છે. હવે ખેડૂતોને માત્ર એક જ આશા છે કે તેમની મહેનતના ફળના ભાગરૂપે તેમના પાકને યોગ્ય ભાવ મળે.