પેટ્રોલ-ડીઝલ ઉપર સૌથી ઓછો વેટ ઉઘરાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત: નીતિન પટેલ
સમગ્ર દેશમાં અન્ય રાજ્યોની સરખામણીએ પેટ્રોલ અને ડીઝલ ઉપર સૌથી ઓછોમાં ઓછા વેટ ગુજરાતમાં ઉઘરાવવામાં આવે છે. ગુજરાતમાં હાલની સ્થિતિએ પેટ્રોલ ઉપર ૨૦ ટકા વેટ અને ૪ ટકા સેસ (CGST) જ્યારે ડીઝલ ઉપર પણ ૨૦ ટકા વેટ અને ૪ ટકા સેસ (CGST) લેવામાં આવે છે. જ્યારે દેશમાં કોંગ્રેસ શાસિત રાજ્ય પેટ્રોલ ઉપર પંજાબ અને કર્ણાટકમાં અનુક્રમે ૨૮ અને ૩૦ ટકા વેટ લેવામાં આવે છે.
ગાંધીનગર: સમગ્ર દેશમાં અન્ય રાજ્યોની સરખામણીએ પેટ્રોલ અને ડીઝલ ઉપર સૌથી ઓછોમાં ઓછા વેટ ગુજરાતમાં ઉઘરાવવામાં આવે છે. ગુજરાતમાં હાલની સ્થિતિએ પેટ્રોલ ઉપર ૨૦ ટકા વેટ અને ૪ ટકા સેસ (CGST) જ્યારે ડીઝલ ઉપર પણ ૨૦ ટકા વેટ અને ૪ ટકા સેસ (CGST) લેવામાં આવે છે. જ્યારે દેશમાં કોંગ્રેસ શાસિત રાજ્ય પેટ્રોલ ઉપર પંજાબ અને કર્ણાટકમાં અનુક્રમે ૨૮ અને ૩૦ ટકા વેટ લેવામાં આવે છે.
આ ઉપરાંત કેરળમાં અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે ૨૫ ટકા વેટ ૩૧ ટકા પેટ્રોલ ઉપર વસૂલવામાં આવે છે. વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકારે લોકોની ચિંતા કરી છે. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત ઓછામાં ઓછા કર ઉઘરાવે છે તેમ આજે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળ દરમિયાન પેટ્રોલ-ડિઝલના વેટ ઉપર ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રીએ પેટ્રોલ અને ડીઝલ ઉપર અન્ય રાજ્ય દ્વારા લેવામાં આવતા વેટ-કરની વિગતો આપતાં કહ્યું હતું કે, રાજસ્થાનમાં પેટ્રોલમાં ૩૦ ટકા વેટ જ્યારે ડીઝલ ઉપર ૨૨ ટકા, મહારાષ્ટ્રમાં પેટ્રોલ ઉપર ૨૬ ટકા અને ડિઝલમાં ૨૪ ટકા, મધ્યપ્રદેશમાં પેટ્રોલ ઉપર ૨૮ ટકા, જ્યારે ડિઝલ ઉપર ૨૨ ટકા, આંધ્રપ્રદેશમાં પેટ્રોલ ઉપર ૩૧ ટકા અને ડિઝલ ઉપર ૨૨.૨૫ ટકા, ઉત્તરપ્રદેશમાં પેટ્રોલ ઉપર ૨૬.૮૦ ટકા, ઉત્તરાખંડમાં પેટ્રોલ ઉપર ૨૫ ટકા જ્યારે ડિઝલમાં ૨૧ ટકા, બિહારમાં પેટ્રોલ ઉપર ૨૬ ટકા, દિલ્હીમાં પેટ્રોલ ઉપર ૨૭ ટકા, હરિયાણામાં પેટ્રોલ ઉપર ૨૫ ટકા વેટ ઉઘરાવવમાં આવે છે જે દર્શાવે છે કે ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલ ઉપર ઉઘરાવવામાં આવતા વેટ કરતાં વધુ છે. રાજ્યના ખેડૂતો, મધ્યમવર્ગ અને ગરીબોના હિતને ધ્યાને રાખીને અન્ય રાજ્યો કરતાં પેટ્રોલ અને ડિઝલ ઉપર ઓછો ટેક્સ વસૂલવામાં આવે છે.
GST કાઉન્સિલ દ્વારા GSTના અમલીકરણ પૂર્વે ખાતર પર ૧૨ ટકા GST નક્કી કરવામાં આવ્યો હતો. ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી અને રાજ્ય સરકારે આ ખાતર પરનો વેરો ઓછો કરવા પ્રધાનમંત્રી, નાણામંત્રી, GST કાઉન્સિલ અને નાણા સચિવને રજૂઆત કરાઇ હતી, જેને કેન્દ્રની સરકારે માન્ય રાખીને ખાતર પરનો ૧૨ ટકા વેટ ઘટાડીને ૫ ટકા કરવામાં આવ્યો છે. ગુજરાતમાં તા.૩૧.૧૨.૨૦૧૭ની સ્થિતિએ સી.એન.જી. અને પી.એન.જી.માં ૧૫-૧૫ ટકા ગુજરાત માલ અને સેવા કર ઉઘરાવવામાં આવે છે. જે આપણા માટે ગૌરવ સમાન છે. આ ઘટાડેલા ટેક્સનો ફાયદો ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતો લઇ રહ્યા છે, તેમ નિતિન પટેલે ઉમેર્યું હતું.