LRD LIVE: ભરતી બોર્ડે વિદ્યાર્થીઓને આપ્યા આધાતજનક સમાચાર, પરિણામ પણ જાહેર કરી દેવાયું
ગુજરાતમાં LRD પરીક્ષાનો વિવાદ છેક હાઇકોર્ટ સુધી પહોંચી ચુક્યો છે. ગુજરાતના લોકરક્ષક દળ (કોન્સ્ટેબલ)ની પરીક્ષામાં લેવાયેલા કેટલાક સવાલોનાં જવાબ વિવાદિત બન્યા હતા. જેના જવાબ અલગ અથવા તો ખોટા હોવાનો દાવો વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા બોર્ડ સમક્ષ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે કોર્ટ ઉપરાંત પરીક્ષા લેનાર એલઆરડી બોર્ડ દ્વારા પણ આ અંગે વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને આજે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ આ બેઠક પુર્ણ થયા બાદ ભરતીબોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ પત્રકાર પરિષદ આયોજીત કરી રહ્યા છે. જેમાં તેઓ મહત્વની જાહેરાતો કરી શકે છે.
ગાંધીનગર : ગુજરાતમાં LRD પરીક્ષાનો વિવાદ છેક હાઇકોર્ટ સુધી પહોંચી ચુક્યો છે. ગુજરાતના લોકરક્ષક દળ (કોન્સ્ટેબલ)ની પરીક્ષામાં લેવાયેલા કેટલાક સવાલોનાં જવાબ વિવાદિત બન્યા હતા. જેના જવાબ અલગ અથવા તો ખોટા હોવાનો દાવો વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા બોર્ડ સમક્ષ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે કોર્ટ ઉપરાંત પરીક્ષા લેનાર એલઆરડી બોર્ડ દ્વારા પણ આ અંગે વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને આજે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ આ બેઠક પુર્ણ થયા બાદ ભરતીબોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ પત્રકાર પરિષદ આયોજીત કરી રહ્યા છે. જેમાં તેઓ મહત્વની જાહેરાતો કરી શકે છે.
લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું કે, એક વાર ફાઇનલ આન્સર કી આવી ગયા બાદ કોઇ પણ પ્રકારના વાંધા સ્વિકારવામાં આવતા નથી. જો કે લોકરક્ષક ભરતી બોર્ડનો અભિગમ પહેલાથી જ એવો રહ્યો છે કે, વિદ્યાર્થી તરફથી આવતી નાનામાં નાની રજુઆતને પણ ગંભીરતાથી લેવી અને જો તેમાં કોઇ તથ્ય હોય તો તે મુદ્દાનો ઉકેલ પણ લાવવો. તેથી 27 તારીખે જે ફાઇનલ આન્સર કી મુકવામાં આવી તે પછી પણ ઉમેદવારોએ રજુઆત કરી હતી. જેમ જેમ અરજીઓ મળતી ગઇ તેમ તેમ અમે તેનો વધારે અભ્યાસ કરતા ગયા.
ગઇકાલે પણ ભરતી બોર્ડનાં ત્રણ સભ્યોએ 3 કલાક કરતા વધારે સમય બેસીને આ અરજીઓની સમીક્ષા કરી હતી. પહેલાથી અત્યાર સુધીમાં મળેલા તમામ વાંધાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આજે સમગ્ર ભરતીબોર્ડની બેઠક યોજી હતી અને તેમાં આ અંગેની ફરી એકવાર સમીક્ષા કરી હતી. જેના અંતે નિર્ણય લેવામાં આવ્યો કે, 27 તારીખે મુકાયેલી ફાઇનલ આન્સર કી જ ફાઇલન ગણાશે. તેમાં કોઇ ફેરફાર કરવામાં આવતો નથી. આ અંગેની વિદ્યાર્થીઓને જાણ કરી દેવાઇ છે. આ આન્સરકીના આધારે જ ગુણ નક્કી કરીને વેબસાઇટ પર મુકવામાં આવ્યા છે. તે ગુણના આધારે કોઇ ઉમેદવારને કોઇ પણ સમસ્યા હોય તો તે 15 દિવસમાં OMR ની ચકાસણી માટેની અરજી કરી શકશે.
આ અરજી અંગેનો નમુનો પણ વેબસાઇટ પર મુકવામાં આવ્યો છે. OMR રિકેચિંગ માટે 300 રૂપિયાનો ડિમાન્ડડ્રાફ્ટ મોકલીને અરજી કરી શકે છે. રિચેકિંગ માટેની અરજી 22-04-2022 સુધીમાં કરવાની રહેશે. ત્યાર બાદ મળેલી અરજીને માન્ય ગણવામાં આવશે નહી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube