ઉદય રંજન/અમદાવાદ: પેપરલીક કાંડ મામલે ગુજરાત એટીએસે વિનોદ ચિખારાની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીના ગુડગાવથી વિનોદ ચીખારાની અમદાવાદ એટીએસે ઝડપી લીધો છે. વીરેન્દ્ર માથુરે વિનોદ ચિખારા સાથે એલઆરડી પેપર લીક કરવા માટે રૂપિયા 1 કરોડમાં સોદો કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગાઉ પકડાયેલ વીરેન્દ્ર માથુરે પેપર લાવી આપવા માટે વિનોદ ચિખારાને એડવાન્સ 9,70,000 રૂપિયા આપ્યા હતા. વિનોદ ચિખારાએ વર્ષ 2010માં દિલ્હી પોલીસમાં નકલી ડોક્યુમેન્ટ આપીને પોલીસની નોકરી વર્ષ 2015 સુધી કરી છે. વર્ષ 2017માં વિનોદ ચિખરાએ NEETના પેપરની પણ ચોરી કરી હતી અને પકડાઈ ગયા બાદ બીડર કર્ણાટકમાં વિનોદ ચિખરા વિરુદ્ધ ગુનો પણ દાખલ થયો હતો.


રાજકોટ: જમીનના ખોટા દસ્તાવેજો બનાવી ખેડૂતો પાસે કરોડોની માગ કરનાર ગેંગની ઘરપકડ



LRDની પરીક્ષાના પેપર લીક કરવા માટે થઈને વિનોદ ચિખારા જેમિની પ્રેસમાં બે મહિના અગાઉથી સિક્યોરિટીમાં નોકરી કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. વિનોદ ચિખારાની ગાઝીપુરામાં રોઝવુડ નામની કોમ્પ્યુટર સોલ્યુશન નામની લેબ પણ ધરાવે છે. આ કેસમાં કર્ણાટકના અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી શકે છે. તેવું પોલીસે જણાવ્યું હતું.