ઉદય રંજન/અમદાવાદ: LRD પેપર લીક કાંડના મુખ્ય આરોપી વિરેન્દ્ર માથુરની ગુજરાત એટીએસ અને ક્રાઇમબ્રાંન્ચની ટીમે દિલ્હીથી ધરપકડ કરી છે. વિરેન્દ્ર માથુરને ગાંધીનગર પોલીસને સોંપવામાં આવશે. વિરેન્દ્રએ તેની ઓળખ બદલવા માટે તેનો વેશ પણ બદલી નાંખ્યો હતો. તેણે વ્હાઇટ દાઢી રાખી ઓળખ છૂપવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, એટીએસ દ્વારા તેની પર વોચ રાખી ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પકડાયેલા વિરેન્દ્રની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ કેસમાં અગાઉ પકડાયેલો આરોપી વિનય અરોરા અને તેનો સાથીદાર વિનોદ ચિક્કારા તેને પરીક્ષાના બે દિવસ પહેલાં સોલ્વ કરેલા પ્રશ્નપત્ર આપ્યા હતા. જે બદલ વિરેન્દ્રએ તેને એક કરોડ રૂપિયા આપવાના હતા.


લોકસભા ચૂંટણી 2019: ગુજરાત જીતવા માટે હવે ભાજપ જાદુગરોના સહારે


પેપર લીક કરવા માટે વિરેન્દ્રએ મોનુનો સંપર્ક કર્યો હતો. જે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પેપર મેળવવા ઇચ્છુક ઉમેદવારોના સંપર્ક કર્યો હતો. મોનુ ગુજરાતથી ઉમેદવારોને પરીક્ષાના એક દિવસ પહેલાં દિલ્હી લઇ આવ્યો હતો. જ્યાં ઉમેદવારોને પેપર વંચાવી ગોખી લેવા કહેવામાં આવ્યું હતું. વિરેન્દ્રએ વિનોદને પેપર મેળવી આપવા માટે એડવાન્સમાં લાખો રૂપિયા આપ્યા હતા.



વિરેન્દ્ર માથુર અનેક રાજ્યોમાં પેપર લીક કરી ચૂક્યો છે. આ મામલે 16થી 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે બાદ હવે મુખ્ય આરોપી વિરેન્દ્ર માથુરને ઝડપી લેવાયો છે. સાથે જ તે અનેક ગુનાઓમાં વોન્ટેડ પણ હતો. ઉલ્લેખનીય છે કે, વિરેન્દ્ર માથુર એક વેઇટ લિફ્ટર હતો અને દિલ્હીમાં રહેતો હતો. તે રૂપિયા કમાવવાની લાલચમાં પેપક લીક કરવાનું કૌભાંડ ચલાવતો હતો.