Police Recruitment Exam: LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું મહત્ત્વપૂર્ણ ટ્વીટ
તેમણે ટ્વિટમાં લખ્યું છે કે, પો.સ.ઇ ભરતીના પુરુષ ઉમેદવારોની શારીરિક કસોટી તારીખ 24 ડિસેમ્બરના રોજ પૂરી થશે. તારીખ 25 ડિસેમ્બરથી માત્ર લોકરક્ષક ઉમેદવારોની શારીરિક કસોટી શરૂ થશે.
ગાંધીનગર: LRD ભરતી બોર્ડના ચેરમેન આઇપીએસ હસમુખ પટેલ દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે PSI ભરતીના પુરુષ ઉમેદવારોની શારીરિક કસોટી 22 ડિસેમ્બરે પુરી થશે. તા.25 ડિસેમ્બરથી માત્ર લોકરક્ષક ઉમેદવારોની શારીરિક કસોટી શરૂ થશે,
LRD અને PSIની ભરતી પરીક્ષાને લઈ એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જેમાં PSI માટે પુરુષ ઉમેદવારોની શારીરિક કસોટી તા. 24 ડિસેમ્બરે પૂર્ણ થઈ જશે. ત્યારબાદ તા.25 ડિસેમ્બરથી માત્ર લોકરક્ષક ઉમેદવારોની શારીરિક કસોટી શરૂ થશે. તેમ ભરતી બોર્ડના ચેરમેન આઇપીએસ હસમુખ પટેલે ટ્વિટ કરી માહિતી આપી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube