LRDનું સુધારા સાથે પરિણામ જાહેર, વાંધો હશે તો કરી શકાશે રજુઆત
અનેક વિવાદ બાદ હવે સરકારે સુધારા સાથે લોકરક્ષક દળની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધુ છે. મોડી રાતે 2 વાગે વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું. આ પરિણામ અંગે જો કોઈ પણ વાંધો હશે તો તે માટે રજુઆત કરી શકાશે. અગાઉ એલઆરડી પરિણામ અંગે હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી. પરિણામમાં ફેરફાર કરીને નવું પરિણામ જાહેર કરવામાં આવ્યું.
ઝી મીડિયા, ગાંધીનગર: અનેક વિવાદ બાદ હવે સરકારે સુધારા સાથે લોકરક્ષક દળની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધુ છે. મોડી રાતે 2 વાગે વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું. આ પરિણામ અંગે જો કોઈ પણ વાંધો હશે તો તે માટે રજુઆત કરી શકાશે. અગાઉ એલઆરડી પરિણામ અંગે હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી. પરિણામમાં ફેરફાર કરીને નવું પરિણામ જાહેર કરવામાં આવ્યું.
નોંધનીય છે કે 10મી ડિસેમ્બરે પરિણામને લઈને મહિલા ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યા હતાં. જેને લઈને હાઈકોર્ટમાં અરજી થઈ હતી. આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સરકારે 10 ડિસેમ્બરે જે પરિણામ જાહેર થયું હતું તેમા સુધારા હાથ ધરીને નવું પરિણામ જાહેર કર્યું છે.
વધુ વિગતો માટે જુઓ VIDEO...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube