હનીફ ખોખર/જુનાગઢ :જૂનાગઢમાં LRD પરીક્ષાર્થીના પિતાની આત્મહત્યાનો મામલો વધુ ગરમાયો છે. મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. તો બીજી તરફ, રબારી સમાજે (Rabari Samaj) આ મુદ્દે બાંયો ચઢાવી છે. ભાજપના રબારી સમાજના અગ્રણીઓએ રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી છે. એક તરફ પરિવારે કહ્યું કે, ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારીએ. તો બીજી તરફ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે કહ્યું કે, સરકાર સાથે વાતચીત ચાલુ છે. જલ્દીથી આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કલાકાર જિગ્નેશ કવિરાજના નામે મહિલાઓ પાસેથી દાગીના પડાવતો પ્રકાશ પકડાયો 


શું છે મામલો
લોકરક્ષક દળની પરીક્ષામાં બે પુત્રો સાથે અન્યાય થવાની ઘટનામાં જુનાગઢમાં રહેતા પિતાએ ગળેફાંસો ખાઇને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. સહાયક વિદ્યુત નિરિક્ષકની કચેરી બહુમાળી ભવનમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા  મ્યાંજરભાઇ મુજાભાઇ હુણે આત્મહત્યા કરી હતી. તેમણે ગઈકાલે ઓફિસ કાર્યાલયમાં જ સવારે 07.30થી 10.30 વાગ્યા દરમિયાન આત્મહત્યા કરી હતી. મ્યાંજરભાઇએ આપઘાત કરતા પહેલા ટેબલ પર પોતાની સુસાઇટ નોટ મુકી હતી. જ્યાં તેમણે કહ્યું કે, મારી ઓફીસમાં સ્ટાફ અને કર્મચારીને પરેશાન કરશો નહી, માફ કરશો. રૂપાણી સરકારને સંતોષ થશે. ઘટનાને પગલે મોટા પ્રમાણમાં રબારી અને માલઘારી સમાજ એકત્ર થવા લાગ્યા હતા. તો બીજી તરફ રબારી સમાજ દ્વારા ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર નહી કરવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી. રબારી સમાજનાં અગ્રણીઓ અને ભુવા એકત્ર થયા હતા.


ચકચારી ઘટના : આર્થિક સંકડામણથી થાકીને કોંગ્રેસના નેતા કેસૂર ભેડાએ આત્મહત્યા કરી


ધડાધડ રાજીનામા પડ્યા... 
પરિવારજનો તેઓના દીકરાઓને અન્યાય થવાથી આત્મહત્યા કરી છે તેવુ કહી રહ્યાં છે. તો પરિવારજનોએ કેટલાક નેતાઓ સામે સવાલો પણ ઉઠાવ્યા છે. બંને પુત્રોને તાત્કાલીક નોકરી આપવા રબારી સમાજે માંગ કરી છે. આસિ. કમિશ્નર વસાવા સામે ફરિયાદ નોંધવા પરિવારે માંગ કરી છે. તો બીજી તરફ રબારી સમાજના આગેવાનોના વિવિધ મોરચામાંથી રાજીનામા પડ્યા છે. આ મુદ્દે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપ યુવા મોરચાના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. યુવા પ્રમુખ જયેશ કરશનભાઈ હુણે પણ રાજીનામુ આપ્યું છે. વીરાભાઈ મોરીએ પણ રાજીનામુ ધર્યું છે. ત્યારે હજુ વધુ રાજીનામા પડશે તેવી ચીમકી અપાઈ છે. આ સાથે જ રબારી સમાજના ધર્મગુરુ ભૂવા આતા જેઠા આતાએ સ્પષ્ટ સંકેત કર્યો છે કે તેઓ પણ રાજીનામુ આપશે. તેમણે કહ્યું કે, રબારી સમાજના હોદ્દેદારો ભાજપમાંથી પણ રાજીનામા આપશે. ભાજપ સરકાર અમારી માંગણીઓ નહીં સ્વીકારે તો સમાજ ભાજપની વિરુદ્ધ જશે. સંપૂર્ણ રબારી સમાજ અમારી સાથે જ હોવાનો ભૂવાએ સંકેત આપ્યા છે. 


આ શેર બનાવશે તમને માલામાલ, તમે વિચાર્યું પણ નહિ હોય એવું રિટર્ન મળશે


ડેમેજ કન્ટ્રોલ કરવાનો પ્રયાસ
રબારી  આત્મહત્યા મામલામાં રોષે ભરાયેલા રબારી સમાજને સમજાવવા માટે પોરબંદર અને જૂનાગઢના સાંસદ તાત્કાલિક દોડી આવ્યા છે. પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અને જુનાગઢ ના સાંસદ રાજેશભાઈ ચુડાસમા દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા પણ ડેમેજ  કંટ્રોલ કરવા પ્રયાસ કરાઈ રહ્યો છે. હાલ રબારી સમાજના ધર્મગુરુ અને અગ્રણીઓ સાથે બેઠક ચાલુ છે. બેઠકમાં સમાજના અગ્રણીઓને સમજાવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે.


આમ, રબારી સમાજના કર્મચારીએ કરેલા આત્મહત્યાથી મામલો વધુ ગરમાયો છે. રબારી સમાજના હોદ્દેદારોના પડી રહેલા રાજીનામાથી ભાજપની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સિવિલ હોસ્પિટલે પોલીસનો કાફલો ઉતારી દેવાયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક