લોકસભા ચૂંટણી 2019: જાણો....ગુજરાત રાજ્યમાં મતદાનની તવારીખ
લોકશાહીના મહાપર્વમાં રાજ્યની જનતાએ આજે ઉત્સાહભેર ભાગ લીધો હતો. સવારે મતદાનની ધીમી ગતી બાદ બપોરે મતદાનમાં વેગ આવ્યો હતો અને જોત-જોતામાં ગુજરાતની પ્રજાએ રાત્રે 9.00 કલાકના આંકડા પ્રમાણે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીના મતદાનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો
હીતલ પારેખ/ ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લી લોકસભા ચૂંટણીથી મતદારોમાં જાગૃતિ આવી છે અને રાજ્ય મતદાનના નવા-નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં 23 એપ્રિલ, 2019ના મંગળવારે યોજાયેલા મતદાનમાં ચૂંટણી પંચે રાત્રે 9 કલાકે જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યમાં કુલ 64.67 સરેરાશ મતદાન નોંધાયું છે. જેણે વર્ષ 2014નો મતદાનનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
લોકસભા ચૂંટણી 2019: રાજ્યમાં 2014ના મતદાનનો રેકોર્ડ તુટ્યો, 63.67% મતદાન
રાજ્યમાં વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં 63.66 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે આજે યોજાયેલા મતદાનમાં લોકોએ 63.67 ટકા મતદાન કર્યું છે. ચૂંટણી પંચે રાત્રે 9.00 કલાક સુધીના આ આંકડા આપ્યા છે. હજુ કેટલાક અંતરિયાળ વિસ્તારોમાંથી આંકડા આવવાના બાકી છે, આથી મતદાનની આ ટકાવારીમાં હજુ થોડો વધારો થાય તેવી સંભાવના છે.
Loksabha Election : ગુજરાતમાં સરેરાશ 63.53% શાંતિપૂર્ણ મતદાન
ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં મતદાનની તવારીખ.
વર્ષ | મતદાન(%) | ઉમેદવાર |
1962 | 57.96 | 68 |
1967 | 63.77 | 80 |
1971 | 55.49 | 118 |
1977 | 59.21 | 112 |
1980 | 55.42 | 169 |
1984 | 57.93 | 229 |
1989 | 54.7 | 261 |
1991 | 44.01 | 420 |
1996 | 35.92 | 577 |
1998 | 59.3 | 139 |
1999 | 47.03 | 159 |
2004 | 45.16 | 162 |
2009 | 47.89 | 359 |
2014 | 63.66 | 334 |
2019 | 63.67 | 371 |
રાજ્યમાં સૌથી વધુ મતદાન 1967ની ચૂંટણીમાં 63.77 ટકા નોંધાયું હતું અને ત્યાર પછી બીજું સૌથી વધુ મતદાન 2014માં 63.66 ટકા મતદાન નોંધાયું હતું. હવે, 2019માં અંતિમ આંકડા મુજબ 63.67 ટકા મતદાન નોંધાયું છે અને જેણે 2014નો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
લોકસભા ચૂંટણી 2019ની ચૂંટણીના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો....