અમદાવાદ :નિત્યાનંદ આશ્રમ કેસ (Nityanand Ashram) મામલે હજી પણ ગાયબ રહેલી બંને બહેનો નિત્યનંદિતા (Nitya Nandita) અને નિત્ય તત્ત્વપ્રિયા (Nithya Tattvapriya) હજી પોલીસ સામે આવી નથી. તેઓ ક્યાં છે તેની માહિતી પણ તેઓ જણાવી રહ્યાં છે. પરંતુ ફેસબુક વીડિયો દ્વારા એક પછી એક ચોંકાવનારા ખુલાસા કરી રહી છે. ત્યારે સૌથી મોટી બહેન તત્વપ્રિયાએ એક એફિડેવિટ ફાઈલ કરી છે. જેની માહિતી તેણે ફેસબુક પર વીડિયો શેર કરીને આપી છે. તત્વપ્રિયાએ 7 મિનીટ જેટલા લાંબા વીડિયોમાં કોને કોને એફિડેવિટ કરવામાં આવી છે તે પણ જણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિત્યાનંદ આશ્રમ કેસમાં નવો વળાંક, મિસિંગ નિત્યનંદિતાનું નેપાળ કનેક્શન આવ્યું સામે


તત્વપ્રિયાએ વીડિયોમાં શું કહ્યું...
તત્વપ્રિયા આનંદાએ વીડિયો દ્વારા જણાવ્યું કે, તેણે એક એફિડેવિટ ફાઈલ કરી છે, જેમાં તેણે જણાવ્યું છે કે તેનું અપહરણ થયું નથી. તેણે ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશન, મુખ્યમંત્રી, વડાપ્રધાન, ગર્વનર, ડીજીપી, ચીફ જસ્ટીસ ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ પોલીસ કમિશનર, વિવેકાનંદનગર પોલીસના એસપીને એફિડેવિટ કરી છે. બંને બહેનોને રજૂ કરવાના મામલે હાઈકોર્ટમાં દાખલ થયેલ હેબિયર્સ કોર્પસની સામે આ એફિડેવિટ કરવામાં આવી છે. તે વીડિયોમાં કહી રહી છે કે, અમે સેફ છીએ, પણ અમારા લોકેશન શોધવાના અનેક પ્રયાસ કરાયા છે. તેથી આજે મેં સાઈન કરીને એફિડેવિટ ફાઈલ કરી છે. અનેક આરોપો થયા છે કે અમારું અપહરણ થયું છે. પણ અમારું અપહરણ થયું નથી. અમે અહીં ખુશ છીએ. પણ અમે અમારી મરજીથી આ જિંદગી પસંદ કરી છે. અમે અમારી ઈચ્છાથી સનાતન હિન્દુ ધર્મ પસંદ કર્યો છે. અમે વારંવાર સ્ટેટમેન્ટ આપ્યા છે કે, અમે સેફ છીએ. 


સુરત : શાકભાજી માર્કેટમાં ખેલાયો ખૂની ખેલ, યુવક 200 મીટર સુધી હત્યારાઓથી જીવ બચાવીને ભાગ્યો, પણ....


ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમમાંથી યુવતી ગુમ થવાના મામલામાં નિત્યનંદિતા (Nitya Nandita) નું લોકેશન ટ્રેસ કરવા આખરે ઇન્ટરપોલની મદદ લેવાઈ છે. ગુજરાત પોલીસે આ કેસમાં ઈન્ટરપોલનો સંપર્ક કર્યો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે CID ક્રાઇમની મદદથી ઇન્ટરપોલનો સંપર્ક કર્યો છે. નિત્યનંદિતા 5મી નવેમ્બરે સોનાલી ચેક પોસ્ટથી નેપાળમાં પ્રવેશી હોવાનું અને નેપાળ થઈને અન્ય કોઈ દેશમાં ગઈ હોવાની શક્યતા હાલ વર્તાઈ રહી છે. તેથી નિત્યનંદિતા નેપાળમાં છે કે અન્ય કોઈ દેશમાં તે ઇન્ટરપોલની મદદથી જાણી શકાશે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube