અમદાવાદ : મહેસાણામાં ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞ મુદ્દે રવિવારે મહેસાણાથી ઉંઝા 4 કિલોમીટર લાંબી ઐતિહાસિક પદયાત્રાથી હાઇવે ઢંકાઇ ગયો હતો. સવારે 6 વાગ્યે મોઢેરા રોડ પર આવેલા નિલકંઠ મહાદેવ મંદિર દિવ્ય જ્યોતિરથમાં માં ઉમાની આરતી ઉતારીને પાટીદારોની યાત્રાએ પ્રસ્તાન કર્યું હતું. લાલ ટીશર્ટ અને ટોપીમાં સજ્જ લાખો ભક્તો આ પદયાત્રામાં જોડાયા હતા. પદયાત્રામાં 31 રનથ, 10 ટેમ્પો, ટ્રેક્ટર, ઉંટલારીમાં ભજન મંડળીઓ, બગી, ડીજે સાઉન્ડ સહિતનાં અનેક યાત્રાળુઓ જોડાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

DPSની માન્યતા વિના 10 વર્ષ સુધી ઉઘરાવેલી ફી પરત લેવાની વાલીમંડળની માંગ
મોઢેરા સર્કલથી છેક ફતેહપુરા રોડ સુધીના 4 કિલોમીટર લાંબા પદયાત્રા ફતેપુરા સર્કલે પહોંચતા ચોમેર જનમેદની, વાહનોનો જામ થયો હતો. અહીંથી વચ્ચે આવતા તમામ ગામોના પાટીદારો યાત્રામાં જોડાયા હતા. સમગ્ર રૂટ પર ઠેર ઠેર ચા-પાણી નાસ્તાની વ્યવસ્થા ગોઠવવામાં આવ્યા હતા. ઉંઝામાં 18થી 22 ડિસેમ્બર દરમિયાન યોજાનારા ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞમાં 50 લાખથી વધારે દર્શનાર્થીઓ પધારે તેવી શક્યતા છે. ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ઉંઝા સ્ટેટ હાઇવેથી ઉમિયા માતાજીના મંદિરને જોડતો ઓવરબ્રિજ પર માત્ર યાત્રીકો માટે જ ખુલ્લો મુકવામાં આવ્યો છે. રવિવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે આ ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે ઉમિયા માતાજી સંસ્થાનના હોદ્દેદારો અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. 


અમદાવાદમાં વી.એસ હોસ્પિટલ તોડવા મુદ્દે હાઇકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો

APMC ઉમિયા માટા ભક્તો માટે ભોજન વ્યવસ્થા
અગાઉથી આવી રહેલા ભક્તોને ધ્યાને રાખીને ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આસપાસનાં તાલુકા અને જિલ્લાઓમાંથી 31 રથ શોભાયાત્રા સ્વરૂપે આવ્યા હતા. 21 હજારથી વધારે લોકોએ એક જ દિવસમાં ભોજન લીધું હતું.