Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી આવતાની સાથે મોટા સમાજોને પોતાની તરફ મતદાન કરાવવા માટે ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા સામાજિક સંમેલનો યોજવામાં આવી રહ્યા છે ત્યારે આજે બનાસકાંઠાના ડીસાના શમસેરપુરામાં રબારી સમાજનું મહાસંમેલન ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીની અધ્યક્ષતામાં યોજાયું. જ્યાં ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહિત મોટી સંખ્યામાં રબારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં બનાસકાંઠાના ભાજપના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ પહોંચી પોતાને મત આપવા રબારી સમાજને અપીલ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"મર્યાદાની બહાર ન જવું તે આપણા સંસ્કારો", શંકર ચૉધરીએ ગેનીબેનનું નામ લીધા વગર કર્યા


જોકે બનાસકાંઠા રબારી સમાજના વોટ મહત્વના નિર્ણાયક સાબિત થઈ શકે તેમ હોવાથી ભાજપ તરફી મતદાન કરવા માટે ધાનેરાના ધારસભ્ય માવજીભાઈ દેસાઈ અને કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલ ગોવાભાઈ રબારીએ તેમના સમાજના લોકોને અપીલ કરી હતી. તો ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પણ ભાજપના ઉમેદવારને જંગી મતોથી વિજય બનાવવા અપીલ કરતા કહ્યું હતું કે હું 20 વર્ષથી સહકારી ક્ષેત્રમાં હતો અને હવે ધારાસભ્ય છું. જોકે સહકારી ક્ષેત્રોમાં હવે સમાજના અન્ય લોકો આગળ આવે એ માટે હું આજે જાહેરાત કરું છું કે હવે ક્યારેય સહકારી ક્ષેત્રમાં કોઈપણ ચૂંટણી નહિ લડું કે ઉમેદવારી નહિ કરું. બસ સમાજનું કામ કરતો રહીશ. 


મહેસાણામાં પિતા બન્યો હેવાન; સગા બાપે કાળજાના કટકા સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી


ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આજે હું સમાજના આગેવાનો, સામાજિક સંસ્થાઓના આગેવાનો અને સહકારી સંસ્થાઓના આગેવાનો વચ્ચે જાહેરાત કરું છું. હું જાહેરાત કરું છું કે હું હવે સહકારી ક્ષેત્રની કોઈ જ ચૂંટણીઓમાં ઉતરવાનો નથી. હું હવે સહકારી ક્ષેત્રની ચૂંટણીઓથી અળગો રહીશ. મારા તેમજ અન્ય સમાજના લોકોને સહકારી ક્ષેત્રમાં ચાન્સ મળે તે માટે મેં આ નિર્ણય કર્યો છે. 


Salman Khan Home Photos: સલમાન ખાનના ઘર પર ફાયરિંગ, ઘરની અંદરથી મળી ગોળી, જુઓ તસવીરો


મહત્વનું છે કે, ડીસાના શમસેરપુરા ખાતે રબારી સમાજના સંમેલનમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને રબારી સમાજના લોકોની ઉપસ્થિતમાં માવજીભાઈ દેસાઈએ જાહેરાત કરી હતી.


ચૂંટણી પહેલાં PM મોદી મોટી જાહેરાત! દેશના કરોડો ગરીબો અને વડીલોને મળશે લાભ