INDIAN ARMY માં ભરતીનું મોટુ કૌભાંડ? દેવભુમિ દ્વારકાના ભેજાબાજો આચરતા એવુ કૌભાંડ કે...
જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા ધોરણ 10 ના બોગસ સર્ટિફિકેટ બનાવવાના મામલે ખંભાળીયા પોલીસે વિદ્યાર્થીના પિતાની ફરિયાદના આધારે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યા હોવાની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપી કરુભાઈ જીવણભાઈ ભાન ઉર્ફે કે જે ગઢવીની અટકાયત કરી બોગસ સર્ટીફિકેટને કબજે લઈ કેટલા આ પ્રકારે સર્ટી બનાવવામાં આવ્યા કોણ કોણ આ ગુન્હામાં સંડોવાયેલા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
દેવભૂમિ દ્વારકા : જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા ધોરણ 10 ના બોગસ સર્ટિફિકેટ બનાવવાના મામલે ખંભાળીયા પોલીસે વિદ્યાર્થીના પિતાની ફરિયાદના આધારે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યા હોવાની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપી કરુભાઈ જીવણભાઈ ભાન ઉર્ફે કે જે ગઢવીની અટકાયત કરી બોગસ સર્ટીફિકેટને કબજે લઈ કેટલા આ પ્રકારે સર્ટી બનાવવામાં આવ્યા કોણ કોણ આ ગુન્હામાં સંડોવાયેલા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
તરછોડેલો સ્મિત સચિન દિક્ષીતનો જ પુત્ર છે, DNA થયા મેચ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ધોરણ 10ના બોગસ સર્ટીફીકેટનું કૌભાંડ ઝડપાયું છે. કજુરડા ગામનો રહેવાસી કાળુભાઈ જીવણભાઈ ભાન ઉર્ફે કે.જે ગઢવી જે કજુરડા પાટીયા પાસે માનવ મંદિર નામની સ્કૂલ ધરાવે છે. તેઓએ ધોરણ 10ના ત્રણ વિદ્યાર્થીઓના બોગસ સર્ટિફિકેટ બનાવી આપ્યા હતા. વિદ્યાર્થીઓનું ભરોસો જીતી પૈસા પડાવ્યા હતા ત્યારે તમામ વિદ્યાર્થીઓએ દ્વારકામાં થયેલ આર્મી ભરતીની અંદર આ સર્ટિફિકેટના આધારે અરજી કરી હતી. તેમાં ગ્રાઉન્ડ પાસ કર્યું બાદમાં મેડિકલ પાસ કર્યા બાદ જ્યારે સર્ટિફિકેટ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ થઇ તેમાં આ જ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.
રાજકોટ : યુવકે કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું, ‘મેં મારી પત્નીની હત્યા કરી છે, ક્યાં હાજર થાઉં?’
તમામ ત્રણેય વિદ્યાર્થીઓના સટીફિકેટ બોગસ હોવાનું સામે આવતા વિદ્યાર્થી વિરમદેવસિંહના પિતા પ્રવિણસિંહ પથુભા વાઘેલાએ ખંભાળીયા પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ખંભાળિયા પોલીસે ઉગમણાબારા ગામના વિરમદેવસિંહ અને અન્ય બે વિદ્યાર્થીઓના ધોરણ 10 ના બોગસ સર્ટિફિકેટ આપ્યા હતા. જેનો ઉપયોગ આર્મી ભરતીની અંદર કરવામાં આવ્યો હતો. તેમાં આ સર્ટિફિકેટ બોગસ હોય તેવું તેને માલુમ પડતાં તેની આર્મીની અંદર જવાનું સપનું રોળાઇ ગયું હતું.
નવરાત્રિમાં માતાજીએ ચમત્કાર કર્યો, અમદાવાદના એક પરિવારમાં દેખાયા કંકુવાળા બાળ પગલા
મહત્વનું છે કે, વિરમદેવસિંહ વર્ષ 2017માં ધોરણ 10ની પરીક્ષામાં નાપાસ થયા હતા. ત્યારે આ વિદ્યાર્થી કાળુભાઈ ગઢવીના સંપર્કમાં આવ્યા હતા. તેઓએ ભરોસો અપાવ્યો હતો કે, ગુજરાત બોર્ડની બદલે દિલ્હી રાજ્ય બોર્ડની માન્યતા ધરાવતી રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થાનના નામે તમે દસમા ધોરણની અંદર ઉત્તીર્ણ થઇ જશો. તેનું સર્ટિફિકેટ પણ તમને આપવામાં આવશે ત્યારે આરોપી દ્વારા પરીક્ષાના ફોર્મ ભર્યા વિના અને કોઈપણ જાતની પરીક્ષા વિદ્યાર્થીઓએ આપી નહી હોવા છતાં તેઓને બોગસ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું હતું. ત્યારે આ સર્ટિફિકેટના આધારે વિદ્યાર્થી વિરમદેવસિંહને આર્મીમાં ભરતીમાં જોડાવાનું સપનું હોય ત્યારે ધોરણ 10 પાસ થયાં આ સર્ટિફિકેટ હાથમાં આવતાં તેઓનું સપનું સાકાર થવાનું હોય તેથી ફેબ્રુઆરી ૨૦૨૧ ની અંદર દ્વારકા ખાતે આવેલી આર્મી ભરતીની અંદર તેઓએ ફોર્મ ભર્યું હતું.
ગુજરાતના યુવા ક્રિકેટર અવી બારોટનું નિધન, 29 વર્ષની વયે આવ્યો હાર્ટ એટેક
જેમાં ગ્રાઉન્ડ પાસ કર્યા બાદ મેડિકલ તપાસણીમાં ફિટ થઈ જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે આ સર્ટિફિકેટ નકલી હોવાનું માલુમ પડ્યું હતું. વિદ્યાર્થિનીના પિતાએ ખંભાળીયા પોલીસ મથકની અંદર ફરિયાદ દાખલ કરાવી હતી. કાળુભાઈ ભાન ઉર્ફે કે જે ગઢવી જેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ હોય તેઓ દ્વારા ત્રણ વિદ્યાર્થીઓને ધોરણ 10માં પાસ થવાનું બોગસ સર્ટિફિકેટ આપવામાં આવવાનો મામલો સામે આવ્યો છે. હાલ તો પોલીસે આરોપી અજય ગઢવીની અટકાયત કરી તેઓ નિશા ચાલતી શાળાની અંદર અન્ય કોઇ ગેરકાયદેસર રીતે કામ થયા છે કે કેમ કેટલા વિદ્યાર્થીઓને આ પ્રકારના બોગસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે કે કેમ તેમજ આ બોગસ સર્ટિફિકેટના કૌભાંડની અંદર અન્ય કેટલાક લોકો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube