રવિ અગ્રવાલ/વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ભાજપ કોંગ્રેસે પોતાના મોટાભાગના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે હાલ ટિકીટ ના મળતા તમામ પક્ષોમાં અનેક લોકોમાં અસંતોષ અને ભડકો જોવા મળી રહ્યો છે. ભાજપનું લિસ્ટ જાહેર થયા બાદ સૌથી વધુ ચર્ચામાં કોઈ નેતા હોય તો મધુ શ્રીવાસ્તવ છે. ગઈકાલે સાંજે (ગુરુવાર) મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી હતી. પરંતુ હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે, દબંગ નેતાની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવની ભાજપે ટિકિટ કાપી છે. મધુ શ્રીવાસ્તની ટિકિટ કાપીને અશ્વિન પટેલને ભાજપે વાઘોડિયા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યાં છે. ત્યારે મધુ શ્રીવાસ્તવને ટિકિટ નહિ મળતાં તેઓ બાગી થયા છે. તેઓએ નારાજગી સાથએ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી.   


વાઘોડીયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હવે કંઈક નવાજૂની કરવાની ફિરાકમાં છે. ભાજપે ટિકિટ કાપતા મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસનો સંપર્ક કર્યો હોવાની વાત સામે આવી છે. મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસના એક મોટા આદિવાસી નેતા સાથે ગુપ્ત બેઠક પણ કરી હોવાનું રાજનૈતિક સૂત્રો જણાવી રહ્યા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube