Gujarat Election 2022: મધુ શ્રીવાસ્તવ બાદ વાઘોડિયામાં ભાજપને બીજો મોટો ઝટકો: ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે BJPના 250 કાર્યકરો જોડાયા
Gujarat Election 2022: ચૂંટણી પહેલા વાઘોડિયા ભાજપમાં મોટું ભંગાણ થયું છે. વડોદરામાં મધુ શ્રીવાસ્તવ બાદ ભાજપને આ બીજો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના વાઘોડિયા તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરોએ અપક્ષ ઉમેદવાર સાથે જોડાયા છે.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજ્યમાં અનેક સ્ટાર પ્રચારકો સભાઓ-રેલીઓ કરી રહ્યા છે. ત્યારે વડોદરાની વાધોડિયા વિધાનસભા બેઠક પર ભાજપમાં મોટું ભંગાણ થયું છે. મધુ શ્રીવાસ્તવ બાદ વાઘોડિયામાં ભાજપને બીજો મોટો ઝટકો લાગ્યો છે. અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે 250થી વધુ કાર્યકરોએ સમર્થન આપ્યું છે.
ચૂંટણી પહેલા વાઘોડિયા ભાજપમાં મોટું ભંગાણ થયું છે. વડોદરામાં મધુ શ્રીવાસ્તવ બાદ ભાજપને આ બીજો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના વાઘોડિયા તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરોએ અપક્ષ ઉમેદવાર સાથે જોડાયા છે. અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે ભાજપના 250 કાર્યકરો જોડાયા છે.
વાઘોડિયા તાલુકાના ભાજપ મહામંત્રી, મહિલા મોરચાના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું સમર્થન કર્યું છે. ગત ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા મધુ શ્રીવાસ્તવ સામે માત્ર 10 હજાર મતથી ચૂંટણી હાર્યા હતા. ભાજપમાં ભંગાણ પડતાં ભાજપ ઉમેદવાર અશ્વિન પટેલ અને અપક્ષ ચૂંટણી લડી રહેલા મધુ શ્રીવાસ્તવને મોટો ફટકો પડી શકે છે. આ ભંગાણ બાદ ધર્મેન્દ્રસિંહ વાઘેલા વધુ મજબૂત થયા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube