ઝી બ્યુરો/વડોદરા: વડોદરામાં આયોજિત કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપવા માટે પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે પહોંચ્યા હતા, જ્યાં પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તેમને મળવા માટે પહોંચ્યા હતા. જેથી કોંગ્રેસમાંથી મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા વિભાનસભા બેઠક પર  લડશે એવી અટકળો શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ માટે વિવિધ બેઠકો પર સમીકરણ બદલાઈ રહ્યા છે. હવે વડોદરાના વાઘોડિયા વિધાનસભા બેઠક પર નવા સમીકરણ જોવા મળી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પણ કેમ ભાજપે ના કાપી રૂપાલાની ટિકિટ, એક નહીં આટલા છે કારણો


કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા અંગે મધુ શ્રીવાસ્તવે એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વાઘોડિયા બેઠક પરથી હું પેટાચૂંટણી લડવાનો જ છું. ભાજપ સિવાય કોઈ પણ પક્ષમાંથી લડીશ. શક્તિસિંહ ગોહિલ મારા મિત્ર છે, હું અહીં ચા પીવા આવ્યો હતો. ટિકિટ મારા ખિસ્સામાં છે. કોંગ્રેસ ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ અને ના આપે તોપણ લડવાનો છું, એમાં કોઈ નવાઈ નથી. આ મધુ શ્રીવાસ્તવ છે અને ખુલ્લું મેદાન છે. હું લડવાનો, લડવાનો અને લડવાનો જ છું. 


'કર્મની સજા અહીં જ ભોગવવી પડે છે', રાજ શેખાવતની અટકાયત બાદ આ અભિનેત્રીની પોસ્ટ વાયરલ


ઉલ્લેખનીય છે કે, મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા બેઠક પરથી અગાઉ ભાજપમાંથી ચૂંટણી લડી ચુક્યા છે. જે પછી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો.  પછી વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી શકે છે.


'રાજપૂતો ભેગા મળી રૂપાલાને હરાવો', આખરે જામ સાહેબે મૌન તોડી ક્ષત્રિયોને કર્યો હુંકાર


શક્તિસિંહ ગોહિલનું નિવેદન
કોંગ્રેસમાંથી મધુ શ્રીવાસ્તવના ચૂંટણી લડવા અંગે શક્તિસિંહ ગોહિલે પણ નિવેદન આપ્યું છે અને તેમણે જણાવ્યું કે, મધુ શ્રીવાસ્તવે ટિકિટની માગ કરી હતી. પરંતુ ટિકિટ મુદ્દે નિર્ણય હાઇકમાન્ડ લેશે. મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.