અમદાવાદ : નર્મદા બચાવવાની રાજ્ય સરકારની પહેલને મોટો ઝટકો લાગ્યો છે. મધ્યપ્રદેશ સરકારે ગુજરાત સરકારને ઝટકો આપ્યો છે. હાલમાં નર્મદાનું સ્તર નીચું ગયું હોવાના કારણે વધતી જતી ખારાશને અટકાવવા માટે ગુજરાત સરકારે મધ્યપ્રદેશ સરકારને નર્મદામાં વધુ પાણી છોડવાની અપીલ કરી હતી. જો કે મધ્યપ્રદેશ સરકારે દુષ્કાળ હોવાનું કારણ આપી આ અપીલને ફગાવી દીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્યપ્રદેશ સરકાર દ્વારા હાલમાં નર્મદામાં કુલ 600 ક્યુસેક પાણી છોડવામાં આવે છે ત્યારે હજુ પણ 1500 પાણી છોડવાની જરૂર છે. આ સંજોગોમાં ગુજરાત સરકારની અપીલને મધ્ય પ્રદેશ સરકારે ફગાવી દીધી છે. આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ રાજ્ય સરકારને આડે હાથ લીધી અને કહ્યું કે, સરકારે ચૂંટણી સમયે પાણીનો વેડફાટ કર્યો છે અને હવે સરકાર પાણી મુદ્દે ગંભીર છે તેવું બતાવવા મધ્યપ્રદેશ સરકારને પત્ર લખે છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં કર્યું જબરદસ્ત ભાષણ


ભાજપ શાસિત મધ્યપ્રદેશે પાણીના અભાવે તરસ્યા ગુજરાત અને સુકાતી નર્મદાને વધારાનું પાણી આપવાની ચોખ્ખી ના પાડી દીધી છે. ગુજરાતની ભાજપ સરકારે મધ્યપ્રદેશ પાસે નર્મદાને બચાવવા માટે પોતાના ભાગનું વધારાનું પાણી છોડવા માટે આગ્રહ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જ મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે જે રાજ્યની ભાજપ સરકાર માટે ખૂબ મહત્વની છે.