Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે રાબેતા મુજબ જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના મધ્ય પ્રદેશના તબીબી શિક્ષણ મંત્રી વિશ્વાસ કૈલાશ સારંગ મંત્રી અંબાજી પહોંચ્યા છે. આદિવાસી યાત્રા સમાપન પ્રસંગે વિશ્વાસ કૈલાશ સારંગ મધ્ય પ્રદેશથી અંબાજી આવ્યાં છે. અહીં તેમણે દાંતા વિધાનસભા ભાજપનાં આગેવાનો અને કાર્યકરોને સંબોધન કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્ય પ્રદેશના તબીબી શિક્ષણ મંત્રી વિશ્વાસ કૈલાશ સારંગે ભાજપનાં આગેવાનો અને કાર્યકરોને દાંતા સીટ ભાજપ જીતે તે માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આવનારી 2022ની ચુંટણીમાં ભાજપની સરકાર બનવાની છે તે નક્કી છે. આખી દુનિયા અને તમામ લોકોને ખબર છે કે ગુજરાતમાં ભાજપની સરકાર બનવાની છે. આ વખતે ગુજરાતમાં ભાજપ 150 જેટલી સીટો જીતશે. 


મધ્ય પ્રદેશની ભાજપ સરકારના મંત્રી કૈલાશ સારંગે રાહુલ ગાંધીને કોંગ્રેસનો કમો ગણાવ્યા છે. અંબાજીની મુલાકાતે આવેલા કૈલાશ સારંગે કહ્યું કે- ભારત જોડવાનું કહીને કોંગ્રેસનો કમો યાત્રા પર નીકળ્યો છે અને આ કમાને ગળે લગાડવા માટે કોઈ ના મળ્યું તો એ યુવતીને ગળે મળ્યા જે યુવતી ભારત તોડવાની વાત કરે છે અને પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવે છે. આ શબ્દો છે મધ્ય પ્રદેશમાં ભાજપાની શિવરાજ સિંહ સરકારના મંત્રી કૈલાશ સારંગના.


ગુજરાતના પ્રવાસે આવેલા કૈલાશ સારંગે રાહુલ ગાંધીને નિશાન બનાવતાં કહ્યું કે- કોંગ્રેસનો કમો ગરીબી હટાવોનો નારો લગાવે છે પણ ટી શર્ટ પહેરે છે 40 હજાર રૂપિયાનું. તો કોઠારિયાના કમાનું નામ હવે રાજનીતિમાં નેતાઓને સંબોધવા માટે પણ થવા લાગ્યું છે. તેની શરૂઆત ભાજપે કરી છે. આ પહેલાં કેજરીવાલે ભાજપના નેતાઓ અને કાર્યકરોને કંસ ગણાવ્યા હતા. જે બાદ મંત્રી જગદીશ વિશ્વકર્માએ કેજરીવાલને કાળો નાગ ગણાવ્યા અને હવે એમપી સરકારના મંત્રી અને ભાજપના નેતા કૈલાશ સારંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને કોંગ્રેસનો કમો ગણાવીને નવો વિવાદ છેડ્યો છે.


ઉલ્લેખનીય છે કે, આજે અંબાજીમાં આદિવાસી ગૌરવ યાત્રાનું સમાપનમાં પરબતભાઈ પટેલ ભાગ લેશે. ઉનાઈથી અંબાજી સુધી નીકળેલી આદિવાસી ગૌરવ યાત્રાનું આજે અંબાજી ખાતે સમાપન થશે. બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ વિચરતી વિમુક્ત જાતિના લોકો માટે શક્તિ વસાહતનું લોકાર્પણ કરશે. શક્તિ વસાહત માટે નવીન મકાનોનું પણ ભૂમિ પૂજન સાંસદ પરબતભાઈ પટેલ કરશે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અંબાજીનો પ્રવાસ અનિવાર્ય સંજોગોને લઈ રદ કરાયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube