મુસ્તાકદલ, જામનગર: જામનગરમાં પણ " મહા " વાવાઝોડાની અસરના ભાગરૂપે છેલ્લા ચાર દિવસથી સતત કમોસમી વરસાદ અને માવઠું જોવા મળી રહ્યું છે. દ્વારકાથી દીવ વચ્ચેના દરિયા પાસેથી " મહા " વાવાઝોડું પસાર થઇ શકે છે ત્યારે જામનગરનું તંત્ર પણ સાબદુ બન્યું છે. જામનગર જિલ્લા કલેકટર દ્વારા તાકીદની બેઠક બોલાવી તમામ અધિકારીઓને કંટ્રોલરૂમ ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. તો માછીમારોને દરિયા ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહા વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ, આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ


જ્યારે જામનગરના નવા બંદર સહિતના તમામ બંદરો પર ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જામનગરમાં પણ બે થી ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ તેમજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સતત કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે. તો બીજી તરફ હવે સતત " વાયુ " વાવાઝોડું ત્યારબાદ " ક્યાર " વાવાઝોડું અને હવે " મહા " વાવાઝોડાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સતત સૂચનાઓની બેરોજગાર બનેલા સાગરખેડુઓ પણ રાજ્ય સરકાર પાસે ખેડુતોની જેમ વળતરની માંગ કરી રહ્યા છે.

નથી ટળ્યો 'મહા'નો ખતરો: ગુજરાતનાં આ 6 જિલ્લાની માઠી દશા બેસશે !


અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડું સક્રીય થયું છે, જેની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. અમરેલી, ગીર-સોમનાથ જિલ્લા સહીત સૌરાષ્ટ્ર ના અનેક પંથકોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. અરબી સમુદ્રમાં વાવઝોડું ૫ કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. 5 અને 7 નવેમ્બર સૌરાષ્ટ્રના વેરાવળ અને કોડિનાર વચ્ચે ૧૦૦ થી ૧૨૦  કિમી પ્રતિકલાકની ઝડપે ત્રાટકશે. વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાતમાંના અનેક જિલ્લાઓમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળશે. હાલ હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર એલર્ટ થયું છે.

Maha cycloneનો શનિવારનો રિપોર્ટ : 115 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો


નવસારીના દરિયામાં જોવા મળી અસર
અરબ સાગરમાં ઉઠેલા મહા વાવોઝાડાની અસર નવસારીના દરિયામાં જોવા મળી રહી છે. નવસારીના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે વેકેશનની મજા માણવા સહેલાણીઓ આવી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા અંહિ લોકો કિનારે ન જાય અથવા એમને વાવાઝોડા વિશેની માહિતી મળે એવી કોઇ વ્યવસ્થા ગોઠવવામાં નથી આવી. જેને કારણે દરિયામાં કરન્ટ હોવા છતા સહેલાણીઓ બાળકો સાથે બેખૌફ દરિયામાં નાહવાની મજા માણી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા લોકોને જાગૃત કરવાના પ્રયાસો થાય તે જરૂરી છે.