અમદાવાદ :ગુજરાત પરથી મહા વાવઝોડા(maha cyclone) ની આફત તો ટળી ગઈ છે. પરંતું રાજય પર હજું ભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. વાવાઝોડા મહાની અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. દરિયા કાંઠે પવનની ગતિમાં વધારો થયો છે. સૌરાષ્ટ્ર (Saurastra) અને દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના અનેક પ્રાંતોમાં મોડી રાતે હળવો વરસાદ પણ વરસ્યો છે. હાલ વાવાઝોડું દીવ (Diu) થી 220 કિલોમીટરના અંતરે છે. આજે બપોર સુધીમાં ડીપ ડિપ્રેશન સ્વરૂપે પસાર થવાની સંભાવના છે. ત્યારે જુઓ મહાની અસર વચ્ચે ક્યાં ક્યાં વરસાદ વરસ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘મહા’ આફત ટળી : સૌરાષ્ટ્રમાં નહિ, પણ મહારાષ્ટ્ર તરફ જાય તેવી શક્યતા


હવામાન ખાતાની આગાહીને પગલે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતો તો પરેશાન હતા, પણ હવે તો શહેરીજનો પણ પરેશાન થયા છે. લોકોને વરસાદથી લોકોને બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદે ખેડૂતોનો મોઢે આવોલો કોળીયો છીનવાઈ ગયો છે. રાજ્યમાં હજુ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. મહા વાવાઝોડાની અસર તળે કંડલા બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. કંડલા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ તકેદારીના ભાગરૂપે
લગાવાયું છે. જેથી કોઈ જાનહાનિ ન થાય. 


ક્યાં ક્યાં વરસાદ 
ગીર-સોમનાથમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. તો સુરત જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. દરિયા કાંઠાના ગામોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં કતારગામ, લાલદરવાજા , વરાછા, વેડરોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube