અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગુજરાત હજી પણ ક્યાર વાવાઝોડા (Kyar Cyclone) ની અસરમાંથી બહાર આવ્યું નથી, ત્યાં વધુ એક વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે દસ્તક આપી રહ્યું છે. અરબી સમુદ્રમાં મહા (maha cyclone) નામનું વાવાઝોડું સક્રિય થયું છે. આગામી 24 કલાકમાં મહા લક્ષદ્વીપ (lakshadweep) થી પસાર થવાની શક્યતા છે. ત્યારે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, ગુજરાત (Gujarat) માં પણ એલર્ટ જાહેર કરાયું છે. હાલ 80થી 90 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કમોસમી વરસાદથી નુકશાન વેઠી રહેલા ખેડૂતો માટે મંત્રી આરસી ફળદુએ આપ્યા રાહતના સમાચાર


લક્ષદ્વીપથી ઓમાન તરફ ફંટાશે
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં બે ચક્રવાત તોફાન સાથે ચાલી રહ્યાં છે. જેમાંથી એક આગામી 24 કલાકમાં લક્ષદ્વીપથી પસાર થશે. બુધવારે સાંજે તે મહા તોફાન બની ગયું છે. આ વિશે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ક્યાર વાવાઝોડાની અસર સોમવારે અને મંગળવારે સમગ્ર રાજ્યમાં જોવા મળી. બુધવારે ક્યાર વાવાઝોડું નબળુ પડ્યું હતું. જોકે તે ઓમાન તરફ ફંટાયું હતું. ત્યારે હવે મહા નામનું વાવાઝોડું સામે આવ્યું છે. આ વાવાઝોડું આગામી 24 કલાકમાં લક્ષદ્વીપથી પસાર થશે. તેના બાદ તેની તીવ્રતા વધી જશે. ત્યારે તે લક્ષદ્વીપની આસપાસના વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં તૈયારીઓને લઈને ચર્ચા કરવામાં આવી છે.