maha cyclone અપડેટ : વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા ઉમેજ-પાતાપુરમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો
મહા વાવાઝોડુ (maha cyclone) હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે, અને તે ગુજરાતના દીવ (Diu) નજીક આવી રહ્યું છે, ત્યારે મહા વાવાઝોડાની અસરથી દીવના દરિયા કિનારે ભારે પવન સાથે મસમોટા મોજા ઉછળ્યા છે. આ સાથે જ દીવના વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થયો છે. તો બીજી તરફ, ગીર સોમનાથના વેરાવળમાં મહાની અસરથી દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો અને વેરાવળના દરિયામાં મોજા ઉંચા ઉછળ્યા છે. તકેદારીના ભાગરૂપે તમામ બોટને દરિયાકાંઠે લંગારી દેવાઈ છે. તેમજ ગુજરાતના દરિયાકાંઠે પવનની ફૂંકાવાની શક્યતાને પગલે કિનારે લાંગરેલી બોટને વધુ મજબૂતાઈથી બાંધવામાં આવી છે.