અમદાવાદ :ગુજરાત પર મહા વાવાઝોડા (maha cyclone) નો ખતરો હાલ લગભગ ટળી ગયો છે. આ વાવાઝોડનું ગુજરાતમાં ટકરાવાનું છે તેવા લેટેસ્ટ અપડેટ મળ્યા છે. મહા વાવાઝોડાનું સંકટ ગુજરાતમાંથી ટળ્યું છે. પરંતુ મહા વાવાઝોડાની અસરથી વરસાદની આગાહી યથાવત રહેશે. મહા વાવાઝોડું આજ ગતિએ આગળ વધશે તો ગુજરાત ખાસ કરીને દીવ (Diu) પાસે ટચ કરવાની જગ્યાએ મહારાષ્ટ્ર (Maharastra) તરફ જાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. ત્યારે સૌરાષ્ટ્ર (Saurastra) ના દરિયા કિનારે રહેતા લોકોને રાહતના સમાચાર મળ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવાઝોડાથી બચાવવા વિમાનોને 900 કિલોના વજનિયા બંધાયા


શું કહ્યું હવામાન વિભાગે....
હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે, આ મહા વાવાઝોડું આજે સાંજ સુધી સાયક્લોન બનશે,. આવતીકાલે 7 નવેમ્બરે સવારે ડીપ ડિપ્રેશન બની જશે. પરંતુ તે સાંજ સુધીમાં નબળુ પડી જશે. તેની તીવ્રતા ઘટી જશે. સૌરાષ્ટ્રમાં જે અસર થવાની હતી તે હવે નહિ થાય. સૌરાષ્ટ્રમાં મહા વાવાઝોડું નહિ ટકરાય. પરંતુ મહાને પગલે આજે જુનાગઢ, ગીર સોમનાથ, દીવ અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ રહેશે. તો આવતીકાલે સુરત, ભરૂચ, આણંદ, બોટાદ, પોરબંદર, રાજકોટમાં વરસાદની આગાહી કરાઈ છે. હાલ મહા વાવાઝોડું પોરબંદરના દરિયા કિનારાથી 450 કિલોમીટર દૂર, વેરાવળના દરિયા કિનારાથી 490 કિલોમીટર દૂર અને દીવના દરિયા કિનારાથી 540 કિલોમીટર દૂર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : ફેસબુક | ટ્વિટર | યૂ ટ્યૂબ


આજે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં મહા વાવાઝોડા સંદર્ભે ચર્ચા થઈ હતી. જેમાં મહેસૂલ વિભાગ દ્વારા વાવાઝોડાને કારણે રાજ્યમાં કોઈપણ સ્થળે સ્થળાંતરની જરૂર ન હોવાનો મત વ્યક્ત કરાયો હતો. તો સાથે જ મહા વાવાઝોડાની ગતિમાં સતત ઘટાડો થઈ રહી હોવાનો પણ હવામાન વિભાગના રિપોર્ટ ઉપર ચર્ચા કરાઈ. મહા વાવાઝોડું 7 નવેમ્બરના રોજ સવારની જગ્યાએ બપોર સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. મહા વાવાઝોડું આજ ગતિએ આગળ વધશે તો ગુજરાત ખાસ કરીને દીવ પાસે ટચ કરવાની જગ્યાએ મહારાષ્ટ્ર તરફ જાય તેવી પણ શક્યતા છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :