હેમલ ભટ્ટ/ગીર :હાલ મહા વાવાઝોડું (maha cyclone) દીવના (Diu) દરિયા કાંઠાથી 220 કિલોમીટર દૂર છે. પરંતુ આ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાવાનું નથી. દરિયા કાંઠે તેની માત્ર અસર જોવા મળશે. ત્યારે મધ દરિયે ચક્રવાતની સ્થિતિ કેવી છે તેનો Video સામે આવ્યો છે. વેરાવળનાં માછીમારે પોતાના મોબાઈલ કેમેરામાં દરિયાના દ્રશ્યો વીડિયોમાં કેદ કર્યા છે. ઉના અને કોડીનાર વચ્ચેનાં દરિયાનાં આ દ્રશ્યો છે. જેમાં ભારે પવન સમુદ્રમાં ઘુમરી મારતો હોવાનો વીડિયો સ્પષ્ટ જોઈ શકાય છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube