ગાંધીનગર : હવામાન વિભાગના અનુસાર ગુજરાતમાં પ્રવેશતાની સાથે જ મહાવાવાઝોડુ નબળુ પડી જશે. હાલ મહા વેરાવળથી 680 કિલોમીટર દુર છે. 6-7 તારીખની મધરાતે મહાવાવાઝોડુ દીવ અને પોરબંદરની વચ્ચે ટકરાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પ્રભાવિત વિસ્તારોમાં 60-70 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. મહાવાવાઝોડાને પગલે સૌથી વધારે જૂનાગઢ, ગીરસોમનાથ અને ભાવનગરમાં અસર વર્તાશે. આ ઉપરાંત અમરેલી, ગીરસોમનાથ, બોટાદ રાજકોટ, સુરત અને વડોદરામાં વરસાદની શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવાઝોડાને પગલે જે તોફાની દરિયાથી ખારવાઓ પણ ગભરાય છે ત્યાં મોજ કરી રહ્યા છે આ બાળકો !

મહાની સંભવિત વિનાશકતાને પહોંચી વળવા માટે NDRFની ટીમો સજ્જ છે. એનડીઆરએફની ટીમને પંજાબ અને ભટિંડા અને દિલ્હીમાંથી એનડીઆરએફની 10 ટીમો બોલાવવામાં આવી છે. આ ઉપરાંત 32 ટીમોને સ્ટેન્ડટુ રાખવામાં આવી છે. વડોદરા અને રાજકોટમાં ટીમને ફરજ પર રાખવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહાની અસરના કારણે દરિયો પણ ગાંડોતુર બન્યો છે. તમામ સાગરખેડૂઓને પરત ફરી જવા માટે સુચના આપવામાં આવી છે. મોટા ભાગના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. 


ગુજરાત : ખેડૂતો કફોડી સ્થિતી વિમો પાકે તો એજન્ટો બખ્ખા ન પાકે તો કંપનીને ફાયદો
અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડું સક્રીય, જામનગરના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવાયું
આ ઉપરાંત અમરેલીથી પોરબંદર સુધીના દરિયા કિનારાના વિસ્તારોમાં કાચા મકાન રહેતા લોકોને સ્થળાંતર કરવા, અગરિયા અને બંદરો પર રહેલા સ્ટાફને સલામત સ્થળે ખસી જવા માટે સુચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કાચા છાપરા ધરાવતા હોય તેવા મકાનોને સત્વરે ખાલી કરવા માટે સુચના આપવામાં આવી છે. તમામ મહાનગરોમાં જોખમી હોર્ડિંગ પણ ખસેડી લેવા માટે સુચના અપાઇ છે.