ઘર બેઠા કરો દર્શન! 195 વર્ષ જુના મહાલક્ષ્મીજી મંદિરમાં 51 લાખની નોટો, પાઉન્ડ અને ડોલરનો શણગાર
પોરબંદરના એકમાત્ર એમજી રોડ પર આવેલ 195 વર્ષ જુના મહાલક્ષ્મીજીના મંદિરે દિવાળીના પર્વે દર વર્ષની જેમ આ વખતે પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતુ.દિવાળીના પાવન પર્વ પર મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષથી વિવિધ ભારતીય ચલણી નોટોના શોભા દર્શનનું આયોજન કરવામાં આવે છે.
અજય શીલુ/પોરબંદર: શહેરીજનો માટે આસ્થાનું કેન્દ્ર ગણાતા 195 વર્ષ જુના એકમાત્ર મહાલક્ષ્મીજીના મંદિરે છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીના દિવસે લાખો રૂપિયાની ચલણી નોટોના શોભા દર્શનનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 51 લાખની 1 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની ચલણી નોટો તથા ડોલર અને પાઉન્ડના શણગારનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિકો મહાલક્ષ્મીજીના મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ વખતે મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ દર્શનાર્થીઓને બ્રાહ્મણો દ્વારા કુમકુમ તિલક કરી મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારનું અનેરુ મહત્વ રહેલુ છે.દિવાળીના દિવસે મહાલક્ષ્મીજીની પૂજા અર્ચના કરવાનું અનેરુ મહત્વ રહેલુ છે. પોરબંદરના એકમાત્ર એમજી રોડ પર આવેલ 195 વર્ષ જુના મહાલક્ષ્મીજીના મંદિરે દિવાળીના પર્વે દર વર્ષની જેમ આ વખતે પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતુ.દિવાળીના પાવન પર્વ પર મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષથી વિવિધ ભારતીય ચલણી નોટોના શોભા દર્શનનું આયોજન કરવામાં આવે છે.
મંદિર દ્વારા ચલણી નોટોના શોભા દર્શનમાં આ વર્ષે 51 લાખની ચલણી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં રુપિયા 1 થી લઈને 500 રૂપિયા સુધીની નોટો તેમજ ભારતીય ચલણમાં સમાવેશ તમામ સીકાઓનેો પણ આ શણગારમાં ઉપયોગમાં કરવામાં આવ્યો છે.આ વખતે પ્રથમ વખત ડોલર અને પાઉન્ડનો પણ શણગારમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ વખતે એક વિશેષ આયોજન મંદિર તરફથી એ કરવામાં આવ્યું હતું કે મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ દર્શનાર્થીઓને બ્રાહ્મણો દ્વારા કુમકુમ તિલક કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.મહાલ્ક્ષમીજીના દર્શનાર્થ આવતી તમામ દર્શનાર્થી બહેનોને દર વર્ષની પરંપરા મુજબ આ વખતે પણ પ્રસાદી રુપે કમળ તેમજ કંકુ આપવામાં આવ્યુ હતુ.
મહાલક્ષ્મીજીના મંદિરે દર દિવાળીના દિવસે લાખો રુપિયાની ચલણી નોટોના શણગારથી સજ્જ મહાલક્ષ્મીજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરતા હોય છે.અહીં દર્શનાર્થે આવતા ભાવિકો દ્વારા એવુ જણાવવામા આવ્યુ હતુ કે,આટલા પૌરણીક આ મંદિરમાં દિવાળીના દિવસે દર્શન કરવાનો અનેરો મહિમા છે તેમજ અહીં જે રીતે ચલણી નોટોના અનેરા દર્શનનું આયોજન કરવામાં આવે છે તે પણ ખુબ જ સરસ આયોજન હોય છે તેથી દર વર્ષે અમો ચોક્કસ માતાજીના દર્શન માટે અહીં આવીએ છીએ અને અહી માતાજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ થાય છે.
પોરબંદરના આ મહાલક્ષ્મી માતાજીના મંદિરે આજે મોડી રાત્રી સુધી મોટી સંખ્યા ભાવિક ભક્તો ચલણી નોટોના શોભા દર્શનનો લ્હાવો લેશે.દિવાળીના તહેવારમાં પોરબંદરવાસીઓને મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જે રીતે અનોખા ચલણી નોટોના અદભુત શોભા દર્શન કરાવવામાં આવી રહ્યા છે તે ભાવિકો પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા આ સુંદર આયોજન અને મહેનતને બિરદાવતા જોવા મળ્યા હતા.