ભાવિન ત્રિવેદી/જુનાગઢ :ચાર દિવસથી ગુમ ભારતી આશ્રમના ગાદીપતિ હરીહરાનંદ બાપુ આખરે મળી આવ્યા છે. હરીહરાનંદ છેલ્લાં ચાર દિવસથી ગુમ હતા. વડોદરા પોલીસ છેલ્લા ત્રણ દિવસ શોધી રહી હતી. તેમની માહિતી આપનારને રિવોર્ડની જાહેરાત પણ કરી હતી. ત્યારે બાપુ મહારાષ્ટ્રમાં એક સેવકને મળ્યા હતા. બાપુને હાલ વડોદરા લાવવામાં આવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ દિવસથી ગુમ ભારતી આશ્રમના હરીહરાનંદ બાપુ આજે મહારાષ્ટ્રથી મળી આવ્યાના સમાચાર મળ્યા છે. જેથી ભક્તોમાં ખુશીનો માહોલ છવાયો છે. તેમના ગુમ થવાથી ભવનાથ તળેટી સ્થિત ભારતી આશ્રમ હજુ સૂમસામ જૉવા મળી રહ્યો છે. હરીહરાનંદ બાપુ મળી આવતાં અમદાવાદમા આવેલ સરખેજ આશ્રમના વિવાદ એનેક ખુલાસા થશે. 


પોલીસે રિવોર્ડની જાહેરાત કરી હતી
ત્રણ દિવસ વિત્યા છતા ભારતી આશ્રમના ગુમ હરિહરાનંદ બાપુનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારે ગુમ હરિહરાનંદ બાપુને શોધવા માટે પોલીસે લોકોનો સહારો લીધો હતો. વડોદરાના વાડી પોલીસે પોલીસે સોશિયલ મીડિયામાં જાહેરાત આપી હરિહરાનંદ બાપુની માહિતી આપવા લોકોને વિનંતી કરી હતી. પોલીસે કહ્યુ કે, જે આ વિશે માહિતી આપશે તેને વડોદરા પોલીસ રિવોર્ડથી સન્માનિત કરશે. 


તો બીજી તરફ, ભારતી આશ્રમના હરિહારાનંદ બાપુ મામલે જેમના સામે આરોપ મૂકાયો છે તે આશ્રમના ઋષિ બાપુએ કહ્યુ કે, મને બદનામ કરવા માટે આરોપ લગાવાયા છે.
બાપુની પ્રતિષ્ઠાને લાંછન લગાવવામાં આવ્યું છે. કેટલાક લોકો સંતત્વને લાયક નથી હોતા.