ગૌરવ દવે/જુનાગઢ :જૂનાગઢ ભારતી આશ્રમના સંત હરિહરાનંદજીએ વડોદરાથી જૂનાગઢ પહોંચ્યા બાદ અનેક ખુલાસા કર્યા છે. તેમના ગુમ થવા પાછળ લંબેનારાયણ આશ્રમની સંપતિનો વિવાદ જ કારણ છે. હરિહરાનંજીના શિષ્ય સ્વમાનંદ ભારતીએ ઋષિ ભારતી મુદ્દે આરોપ મૂક્યો છે. તેમણે કહ્યુ કે, આ વિવાદ પાછળ ઋષિ ભારતી બાપુ અને સ્ત્રી પાત્રનો હાથ છે. આશ્રમની ખોટી વિલ બની હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. સાથે જ તેમણે કહ્યું કે, સરખેજ આશ્રમની સંપત્તિને લઈ આખો વિવાદ છે. શાંતિપુરાની 85 વીઘા જમીનનો વીલમાં ઉલ્લેખ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ, હરિહરાનંદ ભારતી બાપુના શિષ્ય સ્વમાનંદે નવો ખુલાસો કરીને સ્ત્રીપાત્રનો ઉલ્લેખ કર્યો છે, જેનો સંબંધ ઋષિભારતી સાથે છે. હરિહરાનંદ સ્વામીના શિષ્ય સ્વમાનંદ ભારતીએ ઋષિ ભારતી પર આક્ષેપ કર્યા કે, ભારતી બાપુએ હરિહરાનંદ સ્વામીને તમામ આશ્રમોના ઉત્તરાધિકારી બનાવ્યા હતા. ઋષિ ભારતી બાપુ સંપત્તિ માટે હરિહરાનંદ બાપુ પર દબાણ કરે છે.



ચાર દિવસથી ગુમ હરીહરાનંદ બાપુ ગઈકાલે મહારાષ્ટ્રના નાશિકથી મળી આવ્યા હતા. તેઓને વડોદરા લાવીને તેમની પૂછપરછ કરાઈ હતી. જેના બાદ તેઓ જુનાઢના આશ્રમમાં પહોચ્યા હતા. ત્યારે હવે બાપુએ ખુલાસા કર્યા કે, હું શાંતિપુરાની જમીન આપવા તૈયાર હતો. ટ્રસ્ટીઓએ શાંતિપુરાની જમીન આપવા ના પાડી. મેં વિવાદથી કંટાળીને આશ્રમ છોડી દીધો હતોમારે નાસિક ત્ર્યબંકના અખાડામાં શાંતિથી રહેવું હતું. આ મામલે ઋષિ ભારતી બાપુએ કહ્યું કે, ઋષિભારતી બાપુએ કહ્યું કે હરિહરાનંદ બાપુ અમારા ગુરુ છે. મારી સાધુતાને દબાવવાનો પ્રયાસ કરાયો છે. આ સંપત્તિનો નહીં પણ અસ્તિત્વનો પ્રશ્ન છે. કોઈ પણ વડીલ હોય તો તેનામાં નેતૃત્વની કળા હોવી જોઈએ. જે સંપત્તિને લઈ વાત થઈ રહી છે તે ટ્રસ્ટની સંપત્તિ છે અને તે ચેરિટીની સંપત્તિ છે. હું ઈચ્છું તો પણ તે ન લઈ શકું.