ઝી બ્યૂરો, અમદાવાદ: મહેસાણા (Mahesana) તાલુકાના છઠીયારડા (Chhathiyarda) ગામે રહેતા મહંત સપ્ત શુંલ (Mahant Sapt Sul) ઉર્ફે રાજુ ભાઈ (Rajubhai) જેમણે વર્ષ 2018 માં વાડજ (Vadaj) ખાતે સંતવાણી કાર્યક્રમમાં એક જાહેરાત કરી હતી. જેમાં 4 - 4- 2021 ના રોજ તેઓ તેમના આશ્રમ છઠીયારડા ખાતે રાત્રીના ભજનસંઘ્યા કાર્યક્રમમાં સમાધિ ( સહજ સુન સમાધિ ) લેશે. સમાધિ (Samadhi) માં સ્ટેજ ઉપર બેઠા-બેઠા દેહ ત્યાગ કરી દેવાનો દાવો કરવામાં આવ્યો છે. સત્ય સંશોધન કેન્દ્ર કબીર ધામના મહંતે અગાઉ આ જાહેરાત કરી હતી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણિતા કવિ અને ગઝલકાર ખલીલ ધનતેજવીનું નિધન


જેને લઈ તેમના અનુયાયીઓ તેમાં આશ્રમ ખાતે પહોંચી રહ્યા છે. તો સંતવાણીના કાર્યક્રમની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. તો તા . 4 -4 2021 સંતવાણી કાર્યક્રમ દરમ્યાન રાત્રીના 10 થી 11 દરમ્યાન સહજ સુન સમાધી લેવાની વાતને લઈ સમગ્ર પંથકમાં ઉત્સુકતા ઉભી થવા પામી છે. તો સાથે તેમના સેવકોમાં પણ એક પ્રકારની દુઃખ ની લાગણી જોવા મળી રહી છે.


હાલમાં કાર્યક્રમ સ્થળે કાર્યક્રમ સ્થળે અનુયાયીઓની સંખ્યા વધવાની શરૂઆત ગઇ છે. સમાધિ સથળે જિલ્લા પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એક તરફ સરકારની કોરોના ગાઈડલાઈન, બીજી તરફ પોલીસ મુક પ્રેક્ષક બની છે. સમાધિ સ્થળે મોટી સંખ્યામાં અનુયાયીઓ એકઠા થઇને સત્સંગ કરી રહ્યા છે. 

Police અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે શરમ આવે તેવી બાથમબાથી સર્જાઇ,ભાજપના નેતાએ પોલીસવડાને ફોન પર ખખડાવ્યા


ત્યારે ચોરતરફ ચર્ચા થઇ રહી છે કે શું જિલ્લા પોલીસ આ કાર્યક્રમને પ્રોત્સાહન આપી રહી છે. પોલીસ મંજૂરી ન હોવા છતાં પણ કાર્યક્રમ સ્થળે મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. 


તો તરફ મહંત સપ્ત શુંલએ કહ્યું હતું કે હું કોઈ માનવતા વિરુદ્ધનું કામ કરવાનો નથી, મારી જાતે ઈશ્વરની કૃપાથી દેહ ત્યાગ કરીશ. અત્રે ઉલ્લેખનીય છે કે મહંત સપ્ત શુંલ ઉર્ફે રાજુ ભાઈ અગાઉ મહાપાલિકાની ચૂંટણી લડી ચુક્યા છે ચૂંટણીમાં હાર થઈ હતી અને બાદમાં તેઓ છેલ્લા થોડા વર્ષોથી આશ્રમ જતા રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube