ઝી બ્યુરો/બોટાદ: અખિલ ગુજરાત લોહાણા સમાજનું આગામી 29 સપ્ટેમ્બરના રોજ વીરપુર જલારામ ખાતે એક મહાસંમેલનનું યોજાવા જઈ રહ્યું છે. આ સંમેલન ક્યાં કારણસર યોજાય રહ્યું છે તે અંગે અખિલ ગુજરાત લોહાણા સમાજના નવનિર્વાચિત પ્રમુખ જીતુભાઇ લાલે આજે એક પત્રકાર પરિષદે યોજીને વિગતવાર માહિતી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમા OBC અનામત મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે PM મોદીને પત્ર લખીને કર્યો મોટો ધડાકો


મહાસંમેલની રૂપરેખા આપતા જીતુભાઈએ જણાવ્યું હતું કે, સંમેલન પહેલા એક અખિલ ગુજરાતની લોહાણા સમાજની એક જનરલ સભા યોજાશે. મુદ્દાઓ વાઇઝ ચર્ચા થશે અને ત્યારબાદ નવા પ્રમુખની વરણી થશે. સાથે જ સમાજને કઇ રીતે આગળ લઈ જેવો અને એક તાંતણે કઈ રીતે બાંધવો તેની ચર્ચા થશે. વિશ્વની સંસ્થાઓ સાથે મળી સમાજ કામ કરે તેના માટેના પ્રયાસો કરશે. 


દિવાળીથી ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, 500 વર્ષ બાદ ત્રિપલ રાજયોગ, જાણો કોને થશે લાભ


તેમણે ઉમેર્યું હતું કે, સાથે સમગ્ર ભારતમાં ક્યાંય પણ લોહાણા સમાજ વસતો હોય તેનું મૂળ ગુજરાત જ હોય. આવા સમાજનું પ્રતિનિધિત્વ માટે યુવાનોનું એક મજબૂત સંગઠન હોવું જોઈએ. જેમાં સમાજના લોકોને પડતી મુશ્કેલીઓને સાંભળી શકે તેનું નિવારણ લાવી શકે. 


Ravindra Jadeja: સ્પિનના 'જાદુગર' નો થશે ટેસ્ટ, કાનપુરમાં એક કાંકરે બે પક્ષીઓ મારશે


આ સંમેલનમાં સમગ્ર ગુજરાતભરમાંથી હજારો રઘુવંશી એકઠા થવાના છે અને આ પ્રકારનું આટલું વિશાળ સંમેલન લોહાણા સમાજ પહેલીવાર યોજવા જઈ રહ્યું છે. જેમાં સમાજના રાજકીય, સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓના આગેવાન ઉપસ્થિત રહી સમાજને માર્ગદર્શન પૂરું પાડશે.