વડોદરા: મહાશિવરાત્રીએ અમિત શાહ આપશે મોટી ગીફ્ટ, બનશે આકર્ષણનું કેન્દ્ર
પાલિકા દ્વારા 35 કરોડના ખર્ચે નવીનીકરણ કરેલ સુરસાગર તળાવનું લોકાર્પણ દેશના ગૃહમંત્રી અમિત શાહ કરવાના છે. 21 ફેબ્રુઆરી મહાશિવરાત્રીના રોજ સુરસાગર તળાવ પર ગૃહમંત્રી અમિત શાહ મહાઆરતી ઉતારશે. જેના પગલે સુરસાગર તળાવ પર કામગીરીનું નિરીક્ષણ કરવા રાજ્ય કક્ષાના મંત્રી યોગેશ પટેલ, મેયર જીગીશા શેઠ અને મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાય અધિકારીઓ અને હોદ્દેદારો સાથે પહોંચ્યા. મહાશિવરાત્રીના દિવસે વડોદરામાં શિવજીની ભવ્ય સવારી નીકળે છે, જેમાં હજારોની સંખ્યા માં ભક્તો જોડાય છે.
રવિ અગ્રવાલ/વડોદરા: પાલિકા દ્વારા 35 કરોડના ખર્ચે નવીનીકરણ કરેલ સુરસાગર તળાવનું લોકાર્પણ દેશના ગૃહમંત્રી અમિત શાહ કરવાના છે. 21 ફેબ્રુઆરી મહાશિવરાત્રીના રોજ સુરસાગર તળાવ પર ગૃહમંત્રી અમિત શાહ મહાઆરતી ઉતારશે. જેના પગલે સુરસાગર તળાવ પર કામગીરીનું નિરીક્ષણ કરવા રાજ્ય કક્ષાના મંત્રી યોગેશ પટેલ, મેયર જીગીશા શેઠ અને મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાય અધિકારીઓ અને હોદ્દેદારો સાથે પહોંચ્યા. મહાશિવરાત્રીના દિવસે વડોદરામાં શિવજીની ભવ્ય સવારી નીકળે છે, જેમાં હજારોની સંખ્યા માં ભક્તો જોડાય છે.
સુરતમાં યુવતીઓ જાહેરમાં રડી દિલ ખોલીને, પછી થઈ ખુશખુશાલ
શિવ કમિટીના સભ્યો યોગેશ પટેલ અને સાંસદ રંજન ભટ્ટ દ્વારા ગૃહમંત્રી અમિત શાહને દિલ્હીમાં જઈ મહાઆરતીમાં પધારવા આમંત્રણ આપ્યું હતું. જે આમંત્રણને ગૃહમંત્રીએ સ્વીકાર્યું છે. શાહ વડોદરાના મહેમાન બનાવાનાં છે. જો કે મહત્વની વાત છે કે સુરસાગર તળાવમાં મહાદેવની સૌથી મોટી પ્રતિમા આવેલી છે. સુરસાગર તળાવમાં પાલિકાએ ચાલવા ફરવા માટેની જગ્યા બનાવી છે. લોકો પિકનિક માટે આવે તેવો સ્પોટ પણ તૈયાર કર્યો છે. તળાવની ફરતે ફુવારા અને રંગબેરંગી લાઈટો પણ લગાડી છે.
ભુજમાં 18 વર્ષની કોડીલી કન્યાએ ખાધો ગળાફાંસો કારણ કે...
પાલિકાએ 18 ફેબ્રુઆરી સુધી સુરસાગર તળાવનું કામ પૂર્ણ કરવા માટે કોન્ટ્રાક્ટરને આદેશ કર્યો છે, ત્યારે કામગીરી ક્યાં સુધી પહોંચી તેનું નિરીક્ષણ કરવા અધિકારીઓ અને હોદેદારો પહોંચ્યા હતા. યોગેશ પટેલે કહ્યું કે, ગૃહમંત્રી અમિત શાહ મહાઆરતી કરશે સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે. તો મેયર એ કહ્યું કે સુરસાગર તળાવ વડોદરાવાસીઓ માટે નવું નજરાણું બનશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube