Mahathug Sanjay Sherpuriya : રાજકીય વગ ધરાવનાર વધુ એક મહાઠગની તાજેતકરમાં ધરપકડ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ STFએ સંજય શેરપુરિયાની ધરપકડ કરી હતી. સંજય શેરપૂરીયા અનેક મોટા કૌભાંડમાં સંડોવાયેલો છે. તે રાજકીય નેતાઓ સાથેની તસવીરોને હાથો બનાવતો હતો. ત્યારે ધીરે ધીરે હવે સંજય રાયના કૌભાંડો બહાર આવી રહ્યાં છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, સંજય રાયે પશુપાલન યોજના હેઠળ બે કરોડની સબસિડી મેળવી છે. તેણે પશુપાલનનો લાભ મેળવવા રૂપિયા 5.85 કરોડનો પ્રોજેક્ટ મૂક્યો હતો. આ ઉપરાંત તે રૂપાલા, વિનોદ ચાવડા, વાસણ આહિર જેવા અનેક નેતાઓને સતત મળતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન મોદી અને ભાજપના દિગ્ગજ નેતા નેતાઓના ફોટા બતાવીને સંજય રાયે કરોડોનું ફુલેકુ ફેરવ્યું છે. કિરણ પટેલ બાદ હવે મહાઠગ સંજય રાય (શેરપુરિયા) ના કૌભાંડો બહાર આવી રહ્યાં છે. સંજય રાયે પોતાને ઉદ્યોગપતિ બતાવીને યુથ રુરલ આંતરપ્રિન્યોર ફાઉન્ડેશનના નામે કેન્દ્રીય પશુપાલન વિભાગ સામે 5.85 કરોડનો પ્રોજેક્ટ મૂક્યો હતો, જેમાં તેને 2 કરોડની સબસીડી અપાઈ હતી. મહત્વની વાત તો એ છે કે, સંજય રાયને પશુપાલન વિભાગનો કોઈ જ અનુભવ ન હોવા થતા તેના પ્રોજેક્ટને મંજૂરી અપાઈ હતી. 


વીજળીના બિલમાં તોતિંગ વધારો : ગુજરાત સરકારનો દાવો પોકળ નીકળ્યો, ગૂપચૂપ વધાર્યા ભાવ


હાલ પશુપાલન વિભાગ સંજય રાયને આપેલા પ્રોજેક્ટ પર મૌન ધારણ કરીને બેઠું છે. એટલુ જ નહિ, સંજય રાયે કિરણ પટેલની જેમ જ ભાજપના નેતાઓ સાથે ઘરોબો કેળવ્યો છે. હરિયાણામાં રાષ્ટ્રીય ડેરી મેળાનું આયોજન કરાયું ત્યારે સંજય રાય મુખ્ય અતિથિ હતો. જેને કારણે ભાજપના નેતાઓ પર પણ સવાલો ઉઠ્યા છે. 


સંજય રાયે દિલ્હીની રાઈડીંગ ક્લબ પર કબજો મેળવ્યો છે. પરંતુ તે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, કચ્છના સાસંદ વિનોદ ચાવડા, પૂર્વ મંત્રી વાસણ આહીર સાથે પણ સંપર્કમાં રહેતો હતો તેવુ ખૂલ્યું છે. આ નેતાઓ સાથે તે સતત જોવા મળ્યો છે. આ નેતાઓ સાથેની તસવીરો તે સોશિયલ મીડિયામાં વાયરલ કરતો હતો. 


લગ્નમાં દાંડિયારાસ રમ્યા બાદ યુવાનનું મૃત્યુ, ગુજરાતમાં હાર્ટએટેકથી 23 મું મોત


સંજય પ્રકાશ રાય ઉર્ફે સંજય શેરપુરિયાની લખનઉથી ધરપકડ કરવામા આવી છે. તે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો ડિફોલ્ટર હોવાનું ખૂલ્યું છે. તેણે અને તેની પત્ની રંચન સંજય પ્રકાશ રાયે લોકોને 350 કરોડનો ચૂનો લગાવ્યો છે. તેણે અમદાવાદની કંડલા એનર્જિ એન્ડ કેમિકલ્સના નામે લોન લીધી હતી. સંજય અને તેની પત્ની આ કંપનીમાં ડાયરેક્ટર છે. સંજય પ્રકાશનું કેરેક્ટર પણ મહાઠગ કિરણ પટેલ જેવું છે. તે દિલ્હીના મોટા નામોની ઓળખ આપીને અનેક લોકોને બોટલમાં ઉતારી ચૂક્યો છે. તેણે ઈડીની તપાસ બંધ કરાવવાના નામે 11 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.