સુરત: મહાત્મા ગાંધીજીએ દાંડીકૂચ દરમિયાન તા.૨૯મી માર્ચ,૧૯૩૦ના રોજ ઓલપાડ (Olpad) તાલુકાના ભટગામ (Bhatgam) માં 'શેઠ ઠાકોરદાસ ભટગામ પ્રાથમિક શાળા' માં રાત્રિ રોકાણ કર્યું હતું. શાળાનો આ ઓરડો હજુ પણ ગાંધીજી (Gandhiji) ની જીવંત સ્મૃત્તિનો સાક્ષી છે, જેનું 'ગાંધી નિવાસ' નામ આપવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ શાળાના આચાર્ય વિરલભાઈ પટેલ (Viral Patel) જણાવે છે કે 'અમારા ગામનું અહોભાગ્ય છે કે ફરી એક વાર દાંડી યાત્રા (Dandi Yatra) નું ગામમાં આગમન થશે. ગાંધીજી (Gandhiji) એ રચેલા ઇતિહાસનું પુનરાવર્તન થશે. દાંડીકૂચનું અમે ભવ્ય સ્વાગત કરવાનું આયોજન કર્યું છે. શાળાના પરિસરમાં 'ગાંધી નિવાસ' ઓરડાથી શાળાના વિદ્યાર્થીઓ ખૂબ જ પ્રેરિત થાય છે. 

Dhaka: PM સાથે દેખાતી આ યુવતી કોણ છે? બાંગ્લાદેશથી લઈ WB સુધી છે તેના FANS


ગાંધીજી (Gandhiji) આ ઓરડામાં રાતવાસો કર્યો એ સમય આજે જીવંત થયો હોય એવું અનુભવીએ છીએ. અમે અવારનવાર ગાંધીજી (Gandhiji) ની સ્મૃત્તિમાં વિવિધ પ્રેરણાદાયી કાર્યક્રમો યોજી વિદ્યાર્થીઓને સતત મોટીવેટ કરીએ છીએ. વિરલ ભાઈ કહે છે કે ૧૯૩૦માં અમારા ગામના કાલિદાસ ભાઈ ગોવિંદજી પટેલ અને ચંદુભાઈ કાલિદાસ પટેલ પણ ભટ ગામથી દાંડી સુધીની કૂચમાં જોડાયા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube