ઝી ન્યૂઝ/ગાંધીનગર: પીએમ મોદીએ મહાત્મા મંદિરમાં આયોજીત ગ્લોબલ આયુષ ઈન્વેસમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ 2022માં શાનદાર સંબોધન કર્યું હતું. જેમાં વૈશ્વિક આયુષ રોકાણ અને નવીનતા સમિટનું ઉદ્ધાટન કર્યા બાદ અનેક મોટી જાહેરાત પણ કરી છે. આ પ્રસંગે મોરેશિયસના PM પ્રવિન્દ જૂગનાથ અને WHOનાં વડા, CM ભુપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ WHOના વડા ડો. ટેડ્રોસને 'તુલસીભાઈ' નામ આપ્યું
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા મારા મિત્ર છે. એમણે કહ્યું કે હું આજે જે કંઈ છું તેમાં ભારતના શિક્ષકોનો હાથ છે. મારા શિક્ષકો ભારતીય છે. એમણે કહ્યું હું ગુજરાતી થઈ ગયો છું મારૂ નામ ગુજરાતી રાખો. મહાત્મા ગાંધીની પવિત્ર ભૂમી પર ગુજરાતી નાતે તુલસીભાઈ નામ આપું છે. તુલસી એ પાંદડૂ છે દરેક પીઢીમાં તુલસીની સેવા થતી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube