શંકરસિંહ વાઘેલાના પુત્ર ભાજપમાં જોડાયા, ભાજપ અહીંથી ઉતારશે મેદાને
શંકરસિંહના પુત્ર અને બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા છે. લાંબા સમયની વિચારણા બાદ આજે મહેન્દ્રસિંહ વાઘેલા કેસરિયો ખેસ ધારણ કરશે. મહેન્દ્રસિંહ વાઘેલા અમિત શાહના આગમન સમયે જ ભાજપમાં જોડાયા છે.
ગાંધીનગરઃ શંકરસિંહના પુત્ર અને બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા છે. લાંબા સમયની વિચારણા બાદ આજે મહેન્દ્રસિંહ વાઘેલા કેસરિયો ખેસ ધારણ કરશે. મહેન્દ્રસિંહ વાઘેલા અમિત શાહના આગમન સમયે જ ભાજપમાં જોડાયા છે. આજે બપોરે આ અંગે સત્તાવાર જાહેરાત થશે. મહેંદ્ર સિંહ વાઘેલા બાયડના પૂર્વ ધારાસભ્ય છે અને ભાજપ ભાજપ મહેન્દ્રસિંહને લોકસભાની ચૂંટણી લડાવશે. મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાવાથી ક્ષત્રિય મતોનો લાભ મળી શકે છે. જેની અસર ઉત્તર ગુજરાતની કેટલીક બેઠકો પર પણ પડી શકે છે.
ભાજપ ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ઉતારશે મેદાને?
ગાંધીનગર ઉત્તર બેઠક પરથી મહેન્દ્રસિંહને મેદાને ઉતારવાનું ભાજપનું ગણિત છે. આ બેઠક પર ઉમેદવાર અશોક પટેલ સામે સ્થાનિક કાર્યકરોમાં નારાજગી હોવાની ચર્ચા માનવામા આવી રહી છે. તો બીજી તરફ શંકરસિંહ સાથે કોંગ્રેસ સાથે છેડો ફાડનાર મહેન્દ્રસિંહને ભાજપ ટિકિટ આપી બળવાનું ઇનામ આપવાનો પણ પ્રયાસ કરી શકે છે. આ ઉપરાંત મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાવાથી ભાજપને ક્ષત્રિય મતોનો લાભ મળી શકે છે. આવું થાય તો ઉત્તર ગુજરાતની કેટલીક બેઠકો પર પણ અસર પડી શકે છે.