ભરૂચ : હાંસોટ DGVCL નો જુનિયર ઈજનેર ₹10 હજારની લાંચ લેતા ઝડપાયો હતો. વીજ મીટર મેળવવા માટે ઇજનેરે નિયત ફી ઉપરાંત ₹14 હજારની માંગણી કરી હતી. અંતે 10 હજાર નિયત થતા ફરિયાદીએ ભરૂચ ACB ને ફરિયાદ આપતા છટકું ગોઠવાયું હતું. આજે પણ લોકોને એક વીજ કનેક્શન મેળવવા માટે ભ્રષ્ટાચારનો સામનો કરવો પડતો હોવાની ઘટના ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાંથી બહાર આવી છે. જ્યાં વીજ મીટર મેળવવા એક વ્યક્તિએ કરેલી અરજી સામે લાંચ પેટે ₹10 હજાર માંગતા જુનિયર ઈજનેર ભરૂચ ACB ના છટકામાં રંગેહાથ ઝડપાઇ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોરબંદરમાં કેન્દ્રીય મંત્રી જી.કિશનરેડ્ડી આવ્યા, માધુપુરના મેળાનું અનોખું મહાત્મય ગણાવ્યું


લાંચિયા ઇજનેરની વિગત મુજબ ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં વર્ગ 2 માં જુનિયર ઈજનેર તરીકે ધવલ મહેશભાઇ પટેલ ફરજ બજાવે છે. હાંસોટ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરી ખાતે ફરીયાદીએ ઇલેક્ટ્રીક મીટર મેળવવા સારુ અરજી કરી હતી. જે અરજીના કામે કોટેશન મુજબ ₹21191 ભરવાના હતા. અને આ કામના આરોપી લાંચિયા જુનિયર ઈજનેરે ફરીયાદી પાસેથી કોટેશન સિવાયના વધારાના લાંચ પેટે ₹14 હાજરની માંગણી કરી હતી. જે લાંચની રકમ રકઝકના અંતે ₹10 હજાર આપવાના નક્કી કરાયા હતા. જે ₹10 હજારની લાંચની રકમ ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી.


વાહ!!! કમિશ્નર હોય તો આવા! ભત્રીજાની ખોવાયેલી બેગ શોધી આપવા વિનંતી કરી, પછી છૂટ્યા આદેશ અને...


ભરૂચ એન્ટી કરપશન બ્યુરો ACB ના પોલીસ ઇન્સ્પેકટર એસ.વી.વસાવા અને તેમની ટીમે સોમવારે જુનિયર ઇજનેરની રંગેહાથે લાંચ લેતા પકડી પાડવા છટકું ગોઠવ્યું હતું. રીયાદીની ફરીયાદ આધારે સોમવારે લાંચના છટકાનું આયોજન કરતા હતા. હાંસોટ જુનિયર ઈજનેર ધવલ પટેલ ₹10 હજારની લાંચની માંગણી કરી હતી. સ્વીકારી પકડાઇ જતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લાંચિયા DGVCL ના જુનિયર ઇજનેરને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ટ્રેપ એસીબી મદદનીશ નિયામક વડોદરાના પી.એચ.ભેસાણીયાની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube