અમદાવાદ: આજે ગુજરાતમાં હરણફાળ વિકાસ અને પ્રગતિ દરેક ક્ષેત્રમાં જોવા મળી રહી છે, સરકાર ત્વરિત નિર્ણયો થકી ગુજરાત આજે સમૃદ્ધિના દરેક શિખરો સર કરતું જઈ રહ્યું છે ત્યારે આવા નેતૃત્વની સાથે ખભે થી ખભે મિલાવી સૌ ભરવાડ સમાજના યુવાનોએ એક “ભરવાડ યુવા સંગઠન” બનાવયું છે જેના થકી સમાજના લોકોને મદદ કરવામાં આવે છે અને કોઈપણ સમાજના સંગઠનનું લક્ષ્ય હોય છે કે તેમના સમાજના ઓછી આવક ધરાવતા લોકોને વધુ સારી રોજગારીની તકો મળી રહે અને તેઓ તેમનું પરિવાર વધુ સારી રીતે ચલાવી શકે અને પોતાના બાળકોને યોગ્ય શિક્ષણ આપી શકે જેથી સમાજની સાથે સાથે દેશનું પણ વિકાસ થાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરવાડ યુવા સંગઠનના ઉપપ્રમુખ મેહુલ ભરવાડે જણાવ્યું કે, " આ સંગઠનના મુખ્ય હેતુ સમાજના યુવાનોને પ્રશિક્ષિત કરવા, રોજગારીની તકો ઊભી કરવી, સંપૂર્ણ શિક્ષણ પૂરું કરે તેવી વયવસ્થા કરવી, આરોગ્ય લક્ષી સહાય કરવી, ધર્મ અને રાષ્ટ્ર ભક્તિની પ્રજવલિત રહે અને સમાજના યુવાનો દરેક ક્ષેત્રે આગળ વધે તેમજ મુખ્યધારાના પ્રવાહમાં સમ્મેલિત થાય તેવું એક બીડું ઉપાડ્યું છે. આ સંગઠન હાલ યુવાનો માટે યુવા રોજગાર યોજના અમલમાં મૂકી છે. 


આ યોજના અંતર્ગત ગુજરાત સ્થિત સમાજના 151 યુવાનોને મહિન્દ્રા બોલેરો મૅક્સી ટ્રક પ્લસ ગાડી એક પણ રૂપિયો ભર્યા વગર માસિક ૧૩૦૦૦ના ૬૦ સરળ હપ્તે રોજગારી કરવા માટે ગાડી આપવામાં આવી હતી. જેમાં  ભરવાડ સમાજના વડીલો અને સંતો એ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેથી તેઓને ડાઉનપેમેન્ટનું કોઈપણ જાતની ચિંતા ના રહે અને તેમના પરિવારનું ભારણ પોષણ કરી શકે. 


ભરવાડ યુવા સંગઠનના પ્રવક્તા રણછોડ ભાઈ ભરવાડે જણાવ્યું કે, " અમારું આ સંગઠન સમાજના લોકોના શિક્ષણને પણ એટલું જ મહત્ત્વ આપીએ છીએ જેથી શિક્ષિત સમાજ એક શિક્ષિત રાષ્ટ્ર બનાવી શકે અમે ગુજરાતના દરેક નાના મોટા શહેરો અને ગામોમાં લોકો સુધી પોંહચી રહયા છીએ અને આવનારા સમયમાં અમે વધુ લોકોને રોજગારી અને શિક્ષણ પૂરું પાડીશું. આ 151 ગાડીઓ આપવી એ આ રોજગાર કાર્યક્રમનું પ્રથમ પગલું હતું .અમે આવનારા સમયમાં બીજી જગ્યાએ જઈને પણ ગાડીઓ આપવાનું વિચારી રહયા છીએ. કેમકે અમે અમારા સમાજના લોકોને સ્વ નિર્ભર બનાવવા માંગીએ છીએ અને ભરવાડ યુવા સંગઠન એ જ દિશામાં ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે જેનું અમને ખુબજ ગર્વ છે અમે આશા રાખીએ છીએ કે આ સંગઠન સાથે જોડાયેલા યુવાઓ તેમનું વધુને વધુ સમય આ સંગઠનની પાછળ અને સમાજની પાછળ આપે જેથી અમે વધુ સારી રીતે કામગીરી કરી શકીએ."