• મહીસાગર જિલ્લાના સંતરામપુરમાઁથી અત્યંત ધૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો 

  • અમાનવીય રીતે સાધનો દ્વારા મહિલાનો ગર્ભપાત કરાવાયો 


ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમા વિકાસનો વાતો થાય છે, વિકાસ દેખાય છે, પણ લોકોના મનનો વિકાસ થયો નથી. ગુજરાતના રોજેરોજે એવા કિસ્સા બની રહ્યા છે જેમાં લોકોની વિકૃતિ દેખાઈ રહી છે. હવે લોકોએ બાળકોના જીવનને પણ ખેલ બનાવી દીધો છે. આવો જ એક ધૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. મહીસાગરના સંતરામપુરમાં ખુલ્લી જમીન પર, ખુલ્લા આકાશ નીચે ઘોર પાપ આચરવામાં આવ્યું. આ પાપ હતું મહિલાની કૂખમાં રહેલા બાળકને મારી નાખવાનું. પહેલા તો મહિલાને બેભાન કરવામાં આવી અને પછી  સાધનો સાથે, અમાનવીય રીતે ગર્ભપાત (abortion) કરવામાં આવ્યો છે. આ વીડિયો સામે આવતા ZEE 24 કલાકે આ પાપીઓને ઉઘાડા પાડવાનું નક્કી કર્યું. 3 દિવસની તલસ્પર્શી તપાસ બાદ મહીસાગર જિલ્લાનો આ કિસ્સો ઉઘાડો પાડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૂખમાં બાળકની કતલ કરાઈ 
જિલ્લાના સંતરાપુરમાં આવેલા FCIના એ ગોડાઉન પાછળ જ્યાં એક મકાનમાં આ મહિલાની કૂખમાં રહેલા બાળકની કતલ થઈ રહી હતી. આ કૃત્ય કરનાર મહિલાઓ કોણ છે, તેમાંથી કોઈ નર્સ છે કે કેમ તેની તપાસ થઈ રહી છે. 



જવાબદારો સામે કાર્યવાહી કરીશું 
આ ઘટના બન્યા બાદ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ કહ્યું કે, આ મામલે તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. સંતરામપુરથી સામે આવેલી આ ઘટના ચોંકાવનારી અને વિચલિત કરી દે તેવી છે. મહિલાઓ જ એક મહિલાની દુશ્મન બનીને આ પાપ આચર્યું.. ZEE 24 કલાકનો અહેવાલ તમને વિચલિત કરી શકે છે. પરંતુ આ અહેવાલ જરૂરી છે. આરોગ્ય વિભાગની આંખો ખોલવા માટે આ અહેવાલ જરૂરી છે.