જયેન્દ્ર ભોઈ/કડાણા: મહિસાગરના કડાણાથી અંદાજીત 65 કરોડ વર્ષ જુના પથ્થરો મળ્યા છે. કડાણા ડેમને જિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયાએ ચોથી અજાયબી ગણાવી છે. વિશ્વમાં આ પ્રકારના પથ્થરો અલભ્ય છે. ભારતનો ભૂભાગ દક્ષિણ ગોળાર્ધ તરફ હતો અને આફ્રિકા સાથે જોડાયેલો હતો ત્યારે આ પથ્થરોનું સર્જન થયું હોવાનુ માનવામાં આવે છે. સન 1963માં પંચમહાલ હાલના મહીસાગર જિલ્લાના કડાણા ગામ પાસે આવેલ કડાણા ડેમ સાઈડનું નિર્માણ ચાલી રહ્યું હતું. ત્યારે ડેમના બાંધકામ માટે એક ક્વોરી બનાવવામાં આવી હતી. જ્યાં પહોંચવા માટે એપ્રોચ રોડ પણ બનાવવામાં આવ્યો હતો. ત્યારે આ સાઈડ ઉપર નિયુક્ત જિઓલૉજિસ્ટ ઇકબાલૂદીનને આ એડી કરંટ માર્કિંગ ધ્યાન ઉપર આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિમાલય કરતા કરોડો વર્ષ પુરાતન અને ડાયનાસોરની ઉત્પત્તિના કરોડો વર્ષ પૂર્વેના કોઈ અવશેષો અત્યારે પણ હયાત હોય એ વાત માનવામાં આવે તેવી તો નથી, પરંતુ આવા જ પથ્થરરૂપી અવશેષો મળી આવ્યા છે. મહીસાગર જિલ્લાના કડાણાથી જે અવશેષો અંદાજીત 65 કરોડ વર્ષ જુના હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભારતની ચાર ભૂસ્તરશાસ્ત્રીય અજાયબીઓ પૈકી કડાણા ડેમ નજીકથી મળી આવેલ એ.ડી. કરંટ સાઇટ એ સૌથી જૂની અજાયબી છે. જેને જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ ચોથી અજાયબી તરીકે કડાણાની એ.ડી.કરંટ સાઇટને જાહેર કરી છે.



મહીસાગર જીલ્લાના કડાણા ડેમ નજીક આવેલી એડી કરંટ સાઈડ ભારતની ચાર જિયોલૉજિકલ અજાયબી પૈકીમાંની એક અજાયબી જે કડાણા ડેમ સાઈટ ઉપર હજુ યથાવત હોવાનુ હાલ સ્પષ્ટ જોવા મળ્યું છે. આ સાઈડ કડાણા ડેમની 600 મીટર ડાઉન સ્ટ્રીમ મહીસાગર નદીના ડાબા કાઠે આવેલી છે. વિશ્વમાં આ પ્રકારના પથ્થરો અલભ્ય ગણવામાં આવે છે. એટલે જ તેને અજાયબીમાં સ્થાન મળ્યું છે. જ્યારે આખા વિશ્વનો નકશો અલગ હતો. ભારતનો ભૂભાગ દક્ષિણ ગોળાર્ધ તરફ હતો અને આફ્રિકા સાથે જોડાયેલો હતો ત્યારે આ પથ્થરોનું સર્જન થયુ હોવાનુ માનવામાં આવે છે. 



સન 1963મા પંચમહાલ હાલના મહીસાગર જિલ્લાના કડાણા ગામ પાસે આવેલ કડાણા ડેમ સાઈડનું નિર્માણ ચાલી રહ્યું હતું. ત્યારે ડેમના બાંધકામ માટે એક ક્વોરી બનાવવામાં આવી હતી. જ્યાં પહોંચવા માટે એપ્રોચ રોડ પણ બનાવવામાં આવ્યો હતો. ત્યારે આ સાઈડ ઉપર નિયુક્ત જિઓલૉજિસ્ટ ઇકબાલૂદીનને આ એડી કરંટ માર્કિંગ ધ્યાન ઉપર આવ્યા હતા. ત્યારે તે સમયે તેમણે એક રિસર્ચ પેપર લખ્યું હતું. અને આ રિસર્ચ પેપર તે સમયના જર્નલમાં છપાયા બાદ આખા વિશ્વએ તેની નોંધ લીધી હતી.



મૂળ મહીસાગરના સંતરામપુરના વતની અને હાલ વડોદરા સ્થિત જિયોલૉજિસ્ટ તિર્થરાજસિંહ સોલંકી અને પુષ્પરાજસિંહ સોલંકીએ આ અંગે જણાવ્યું હતું કે અહી 65 કરોડ વર્ષ પહેલાં જળકૃત પથ્થરો એટલે કે રેતીમાંથી જ્યારે પથ્થરનું સર્જન થયુ ત્યારે તેના પર રચાયેલા પાણીના વમળોની ડિઝાઈન હજુ અહીંયા યથાવત છે. ડાયનાસોરની ઉત્ત્પત્તિ અંદાજીત 6 કરોડ વર્ષ પહેલાની માનવામાં આવે છે. જ્યારે કડાણા ડેમ નજીક આવેલી આ સાઈડ તેનાથી પણ 63 કરોડ વર્ષ જુની હોવાનુ માનવામાં આવે છે.



ભારતમાં ચાર જિયોલૉજિકલ અજાયબીમાં મહારાષ્ટ્ર, તિરૂપતિ, રાજસ્થાન પૈકી એક કડાણા ડેમ સાઈટનો સમાવેશ થાય છે. 1967માં તેની શોધ બાદ તંત્ર દ્વારા તેના પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. આ સમગ્ર મામલે જીઓલોજીસ્ટ તીર્થરાજ અને પુષ્પરાજે મહીસાગર જિલ્લા કલેક્ટરને રૂબરૂ વાત કરી હતી. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દ્વારા જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા અને એમ.એસ. યુનિવર્સિટીના જિયોલોજી ડિપાર્ટમેન્ટને પણ પત્ર લખીને જાણ કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube