Mahisagar: ડેભારી ગ્રામ પંચાયતમાં દારૂની પાર્ટી, તલાટી મંત્રીનો વીડિયો થયો વાયરલ

મહિસાગર જિલ્લાના ડેભારી ગ્રામ પંચાયતનો વીડિયો વાયરલ થયો છે. તેમાં તલાટી મંત્રી પંચાયતની ઓફિસમાં ટેબલ પર દારૂનો ગ્લાસ ભરી રહ્યાં છે.
જયેન્દ્ર ભોઈ, મહીસાગરઃ ગુજરાતમાં દારૂ બંધી માત્ર કાગળ પર હોવાની વાત સાબિત કરતો વીડિયો વાયરલ થયો છે. મગીસાગરના વીરપુર તાલુકાની ડેભારી ગ્રામ પંચાયતનો વીડિયો વાયરલ થયો છે. પંચાયતમાં તલાટી મંત્રી દારૂની મહેફિલ માણતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પંચાયતની અંદર દારૂની મહેફિલ
મહિસાગર જિલ્લાના ડેભારી ગ્રામ પંચાયતનો વીડિયો વાયરલ થયો છે. તેમાં તલાટી મંત્રી પંચાયતની ઓફિસમાં ટેબલ પર દારૂનો ગ્લાસ ભરી રહ્યાં છે. ડેભારી ગ્રામ પંચાયતના તલાટી રમેશભાઈ સહિત અન્ય લોકો અહીં દારૂની મહેફિલ માણી રહ્યાં છે. આ વીડિયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચોઃ તાંત્રિક વિધિ કરી કોંગ્રેસના બે નેતાઓનો ખાત્મો બોલાવવાનો પ્લાન, મહિલા નેતાનો ઓડિયો વાયરલ
સ્થાનિકોઓ જિલ્લા વિકાસ અધિકારીને કરી રજૂઆત
પંચાયતની ઓફિસમાં દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ થયાં બાદ સ્થાનિક લોકોએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. પરંતુ લોકોની રજૂઆત બાદ હજુ મંત્રી સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. તલાટી સામે તંત્રએ આંખ બંધ કરી દેતા લોકો પણ ચર્ચા કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube