મહુવામાં VHP પ્રમુખની હત્યાને પગલે વાતાવરણ તંગ, ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ
ભાવનગરના મહુવામાં VHP પ્રમુખની હત્યાના ઘટના બાદ ગત મોડીરાતે વાતાવરણ તંગ બન્યું હતું અને તોફાની ટોળાએ અનેક વિસ્તારમાં કેબીન અને ટાયરો સળગાવ્યા હતા.
ભાવનગર: ભાવનગરના મહુવામાં VHP પ્રમુખની હત્યાને પગલે સમગ્ર મહુવામાં વાતાવરણ તંગ બન્યું હતું અને ટોળાએ ગત મોડીરાતે અનેક વિસ્તારમાં તોડફોડ કરી હતી. ટોળાએ બારપરા વિસ્તારમાં કેબીન અને ટાયરોને સળગાવ્યાં હતા. આ ઉપરાંત અગરિયા, ઇન્દિરાનગર, ગાંધીબાગ અને ભાદ્રોડ ઝાપા વિસ્તારમાં તોડફોડ કરી હતી.
સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવ્યો હતો તેમજ ડીએસપી અને આઇજી સહિત એસઆરપીનો કાફલો પણ દોડી આવ્યો હતો. ઘટનાને પગલે પોલીસે ટીયર ગેસના 19 સેલ છોડીને પરીસ્થિતીને કાબૂમાં લીધી હતી અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગરના મહુવામાં VHP પ્રમુખની હત્યાના ઘટના બાદ ગત મોડીરાતે વાતાવરણ તંગ બન્યું હતું અને તોફાની ટોળાએ અનેક વિસ્તારમાં કેબીન અને ટાયરો સળગાવ્યા હતા. ત્યારે સમગ્ર ઘટનાને પગલે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને 25 ઓક્ટોબરથી 31 ઓકટોબર સુધી જાહેરનામું લાગુ રહેશે. જેના કારણે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ સેવા પણ હાલમાં મહુવામાં બંધ કરી દેવામાં આવી છે. તેમજ મહુવાની માધ્યમિક શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે.