ચેતન પટેલ/ સુરત: રાત્રિ દરમિયાન જુદા જુદા શહેરોમા ફરી ઇનોવા જેવી મોઘીંદાટ કારોની માસ્ટર કી થી ચોરી કરનારી બિસ્નોઇ ગેંગનો મુખ્ય આરોપીને ક્રાઇમબ્રાંચે ઝડપી પાડયો છે. જેની પુછપરછ દરમિયાન દસ જેટલા ચોરીના ગુનાઓ તથા રૂપિયા 10 લાખનો ચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત ક્રાઇમબ્રાચને બાતમી મળી હતી કે, ચોરીની ઇનોવા કાર લઇને બિસ્નોઇં ગેંગનો મુખ્ય આરોપી ઉધના મગદલ્લા રોડ પર ફરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને રુપારામ ઉર્ફે પપ્પુ બિસ્નોઇને ઝડપી પાડયો હતો. જેની પાસેની કાર અંગે પુછપરછ કરતા તેને ઉડાવ જવાબ આપતા પોલીસે તેની ધરપકડ કરી રૂપિયા 10 લાખની ચોરીની કાર કબ્જે કરી હતી.


મોલીપુરના ત્રણ વર્ષના બાળકની હત્યા મામલે મોટો ખુલાસો, કાકાએ જ કરી કરપીણ હત્યા


પોલીસ પુછપરછમા તેને જણાવ્યુ હતુ કે પોતે બિસ્નોઇ ગેંગ ચલાવે છે. જેમા માંગારામ સુથાર, ઓમપ્રકાશ બિસ્નોઇ, પ્રકાશ શીયાક, બલવીર લોલ, અશોક બિસ્નોઇ, અનિલ બિસ્નોઇ સામેલ છે. બિલ્નોઇ ગેંગ દ્વારા જુદા જુદા શહેરોમા રાત્રિ દરમિયાન કારમા ફરતા હતા અને ઇનોવા જેવી મોંઘીદાટ કારોને નિશાન બનાવતા હતા.


અમદાવાદ: માત્ર 8 હજારની ઉઘરાણીની તકરારમાં હત્યા કરનાર આરોપીની ધરપકડ


માસ્ટર કી થી કારનો લોક ખોલી કાર લઇને ભાગી છુટતા હતા. કાર ચોરી કરી તેઓ સીધા રાજસ્થાન ભાગી છૂટતા હતા. જ્યાં તેઓ સૌ પ્રથમ કારના ચેસીસ નંબર અને એંજિન નબર ઘસી નાંખતા હતા. જેથી પોલીસને તેઓની ઓળખ ન થાય અને રાજસ્થાન દુર હોય અવારનવાર તેઓને શોધવા પોલીસ આવે નહિ. 



આ ઉપરાત જો ચોરીની કાર તેઓના હાથમાં લાગી જાય તો તેઓ મુળ માલિક સુધી પહોંચે નહિ અને ચોરીનો ગુનો વણ ઉકેલ રહે. આ ગેંગ દ્વારા અત્યાર સુધી અમદાવાદ, વડોદરા, સુરત, ભરુચ, મુંબઇ, થાણે , પુણે, નાસીક મળી કુલ્લે 10 જેટલા ગુનાઓને અંજામ આપી ચુકયા છે. હાલ પોલીસે રૂપિયા 10 લાખની મુંબઇથી ચોરેલી ઇનોવા કાર કબ્જે લઇ આરોપીને કોર્ટમા રજુ કરી અગાઉ કયા કયા ચોરી કરી છે તે અંગે તપાસ હાથ ધરી હતી.